પરિવારને તુટતો બચાવતી તાપી 181 અભયમ ટીમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યાઆ) : સોનગઢ તાલુકામાંથી એક પિડિતાએ 181 માં કોલ કરીને જણાવેલ કે તેમના પતિ વ્યસન કરીને હેરાનગતિ કરે છે. જેથી તેમના પતિને સમજાવવા માટે મદદની જરૂર છે.
181 અભયમ હેલ્પલાઈનની ટીમને કોલ આવતાની સાથે જ કાઉન્સેલર, મહિલા કોન્સ્ટેબલ અને પાઈલોટ ઘટના સ્થળ પર પહોંચી પિડિતા સાથે વાતચીત કરીને પ્રાથમિક માહિતી મેળવતા પિડિતાએ જણાવેલ કે તેમના પતિ સાથે સમાજના રિતરિવાજ મુજબ લગ્ન થયેલ છે. તેમના ત્રણ સંતાનો પરણિત છે. પિડીત બેન મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેમના પતિ હિરા ઘસવાનું કામ કરે છે. પરંતુ ઘરખર્ચ કે ઘરમાં જરૂરિયાતોની વસ્તુઓ પુરી પાડતા નથી. પિડીત બહેનને ઘરનાં કામકાજ કરવાના તથા જમવાનું આપતાં નથી. જે બાબતને લઈને અપશબ્દો બોલી ગાળાગાળી કરી ઘરમાંથી નીકળી જવાનું કહી લડાઈ ઝગડો કરે છે. જેથી પિડીત બહેન તેમના પતિને સમજાવવા 181ની મદદ લેતાં પિડીત બહેનના પતિને સમજાવેલ કે વ્યસન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અને વ્યસન કરીને પત્નીને હેરાનગતિ કરવી કાનુની અપરાધ છે. જેની સમજ આપતાં પિડીતબેનના પતિએ પોતાની ભૂલ સ્વીકારી હવે પછી આવી ભૂલ નહીં થાય જેની બાંહેધરી આપી હતી. જેથી અભયમ ટીમ દ્વારા બંનને પક્ષોને સમજાવી સમાધાન કરાવેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *