કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ ખાતે માછલીઓ માંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો વિષય પર ત્રણ દિવસીય તાલીમ યોજાઇ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૨. સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ અને ICAR CIFT વેરાવળના સંયુક્ત ઉપક્રમે “માછલીઓ માંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો” વિષય પર તારીખ ૯ થી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ ખાતે ત્રણ દિવસીય તાલીમ યોજવામાં આવેલી હતી.

આ ત્રણ દિવસીય તાલીમમાં ડો. આશિષ ઝા અને એમની ટીમ દ્વારા માછલીઓથી બનતી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી.તાલીમમાં ૩૦ જેટલા ભાઈઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો અંગે માર્ગદર્શન મેળવી તાલિમ મેળવી હતી. કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓ ને કીટ પણ વિતરણ કરવામાં આવી હતી. આ તાલીમ ખરેખર હિંગણી મંડળીના ભાઈઓ માટે વ્યાવસાયિક દૃષ્ટિએ ભવિષ્યમાં ફાયદા કારક થશે.

આ કાર્યક્રમના સમાપન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ICAR CIFT વેરાવળના હેડ ડો. આશિષ ઝા અને અતિથિ વિશેષ તરીકે શ્રી રાહુલભાઈ શિમ્પી સામાજિક કાર્યકર્તા તેમજ સેન્ટર ઓફ એક્સલન્સ ઉકાઈ ના વડા ડો. સ્મિત લેન્ડે હાજર રહેલ રહયા હતા.

0000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other