ઝંખવાવ નજીકના ગુંદીકુવા અને આમલી ડાબડા માર્ગ ઉપરથી 7 ગાય સહિત કુલ 11 પશુઓને કતલ માટે લઈ જતી પીક અપ ગાડી પોલીસે ઝડપી
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : ઉમરપાડાના ગુડી કુવા ગામથી આમલી ડાબડા ગામ વચ્ચેના માર્ગ ઉપર પીકઅપ ટેમ્પામાં કતલ કરવા ના ઇરાદે લઈ જવાતી 7 ગાય અને વાછરડા સહિત કુલ 11 પશુઓને વાહન સાથે રૂપિયા બે લાખ ૯૫ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો જ્યારે આરોપી કસાઈઓ પોલીસને ચકમો આપી અંધારામાં ભાગી ગયા હતા ઉમરપાડા પોલીસ મથકમાં પોલીસ કર્મચારીઓ સતિષભાઈ ધીરુભાઈ.. નિતેશભાઇ કુમાજી ભાઈ.. જીતેશભાઈ ત્રીકમભાઈ વગેરે ની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાત્રે ગુડી કુવા થઈ આમલી ડાબડા ગામના માર્ગો ઉપર જંગલ વિસ્તારમાં એક. G.j.19.x.5910 નંબરની પીક અપ ર સ્તે મળી આવી હતી ત્યારે પીકપ નો ચાલક સહિત અન્ય બે થી ત્રણ ઈસમો વાહન મૂકી અંધારામાં ભાગી ગયા હતા આવાહન ચેક કરતા પોલીસે વાહનમાં પીડાદાયક સ્થિતિમાં ઘાસચારાની વ્યવસ્થા વિના ઠાંસી ઠાંસીને ભરેલ નંગ7 ગાય અને ન ગ.3. 1.. બડદ. મળી કુલ 11 પશુ મળી આવ્યા હતા. પોલીસે કુલ.11.. પશુઓની કિંમત રૂપિયા 95000 તેમજ વાહન ની મળી કુલ..2.95000.. નો મુદ્દામાલ કબજે કર્યો હતો ગુના અંગ સતિષભાઈ ધીરુભાઈ વસાવાએ પીક અપ ટેમ્પા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે