માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો વિષય પર ત્રણ દિવસીય તાલીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ICAR CIFT વેરાવળ અને સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસીય તાલીમ “માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો” વિષય પર તારીખ ૯ થી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ ખાતે યોજવામાં આવેલી હતી . સદર કાર્યક્રમના સમાપન પ્રસંગે આજ રોજ મુખ્ય અતિથિ તરીકે ICAR CIFT વેરાવળના હેડ ડો. આશિષ ઝા અને અતિથિ વિશેષ તરીકે શ્રી રાહુલભાઈ શિમ્પી સામાજિક કાર્યકર્તા તેમજ સેન્ટર ઓફ એક્સલન્સ ઉકાઈ ના વડા ડો. સ્મિત લેન્ડે હાજર રહેલ હતા. સદર ત્રણ દિવસીય તાલીમમાં ડો. આશિષ ઝા અને એમની ટીમ દ્વારા માછલીઓથી બનતી વિવિધ વાનગિયો બનાવવામાં આવી. સદર તાલીમમાં ૩૦ જેટલા ભાઈઓ ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમ ના અંતે તાલીમાર્થીઓ ને કીટ પણ વિતરણ કરવામાં આવી.સદર તાલીમ ખરેખર હિંગણી મંડળીના ભાઈઓ માટે વ્યાવસાયિક દૃષ્ટિએ ભવિષ્યમાં ફાયદા કારક થશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.