૩ સંતાન અને લગ્નના ૧૦ વર્ષ બાદ વાત પહોંચી છુટાછેડા સુઘી ત્યારે બારડોલી 181 અભયમ મહીલા હેલ્પલાઇન ટીમ ની મઘ્યસ્થીથી દંપતી વચ્ચે સુખદ સમાધાન
પતિના અનૈતિક સંબંધોની જાણ થતાં મહિલાએ તેના પતિને સમજાવા માટે બારડોલી 181 અભયમ મહિલાઈન હેલ્પલાઇનની મદદ લીધી
(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) : ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક મહીલા દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિ ના બીજી મહિલા સાથે અનૈતિક સંબંધો છે અને મારા પતિ મને અને મારા સાસુ ને ખૂબ માનસિક ત્રાસ આપે છે. છેલ્લા ૩ દિવસ થી બીજી મહિલા ને તેમના ધરે રહેવા લઈ આવ્યા છે.તેથી મારે 181 ની મદદની જરૂર છે.
જેના પગલે 181 ના કાઉન્સેલર ખુશ્બુ પટેલ,હેડ કોન્સ્ટેબલ ચૌધરી ચંદ્રિકાબેન તેમજ પાઇલોટ પટેલ ધર્મેશભાઈ તાત્કાલિક બારડોલી થી નીકળી ઘટના સ્થળ પર દોડી ગયા હતા. રૂબરૂમાં પીડિતા મહિલાના કાઉન્સિલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે તેમના લગ્નને ૯ વર્ષ થયા છે અને સંતાનમાં ૩ બાળકો છે.પીડિતાના પતિના છેલ્લાં ૧ વર્ષ થી તેમના ગામમાં રહેતી એક મહિલા સાથે અનૈતિક સંબંધો છે. એ બાબત ની જાણ પીડિતાને થઈ ગઈ હતી. તેથી પીડિતા ના તેમના પતિ સાથે અવાર નવાર ઝઘડાઓ થતા હતા.પીડિતા મહીલાના પતિ મજૂરી કામ કરે છે પરંતુ કામમાં પણ પૂરતું ધ્યાન આપતા નથી અને મહિનાના દિવસો પુરા ભરતા નથી અને ઘર ખર્ચ માટે પૈસા પણ આપતા નથી તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુ પૂરું પાડતા નથી.પીડિતાને તેમની અને તેમના બાળકોની નાની નાની જરૂરિયાત માટે તેમના સાસુ પાસે થી પૈસા માંગવા પડતા હતા.પીડિતા મહીલા તેમના નાના નાના બાળકો ને ઘરે એકલા મૂકી ને ખેતરો માં મંજૂરીકામ કરી તેમનું ગુજરાન ચલાવતા હતા. પીડિતા મહીલાના પતિ તેમને ઘરે એકલાં મુકી ને તેમની પ્રેમિકા સાથે ઘણી વાર જતા રહે છે અને ઘરે આવતાં નથી. તેથી તેમના બાળકો તેમની પિતા ને યાદ કરતા રહે છે.પીડિતા મહીલા ના પતિ તેમની પ્રેમિકા ને અવાર નવાર પૈસા પણ આપતા હતા. પીડિતાના પતિ ને તેમના સાસરી પક્ષ અને પિયર પક્ષ દ્વારા ઘણી વાર સમજાવા માં આવેલ છે . અને પીડિતા મહીલા એ પોલીસ સ્ટેશન માં પણ અરજી આપેલ હતી ત્યારબાદ સમાધાન કરવામાં આવેલ.છતાં પણ તેમના પતિ સમજવા માટે તૈયાર ન હતા અને પીડિતા મહિલા ને તેમના પતિ ની જે મહીલા સાથે અનૈતિક સંબંધો હતા એ મહિલા પણ પરિણીત હતાં અને તેમને પણ બે સંતાન હતાં છતાં પણ તેમના પતિ સાથે રહેતા નો હતાં અને તેમના પિયરમાં તેમના માતા પિતા સાથે રહેતા હતાં.અને તેમના માતા પિતા પણ તેમને સહકાર આપતા હતાં.જ્યારે પીડિતા મહીલા અને તેમના સાસુ બનેલ ધટનાની જાણ કરવામાં માટે તેમના પતિ ની પ્રેમીકા ના ઘરે ગયા હતાં ત્યારે તેમના મારપીટ કરી ધમકીઓ આપી હતી.પીડિતા મહિલા ના પતિ છેલ્લા ૩ દિવસ થી એ બીજી મહિલા ને તેમના ઘરે રહેવા માટે લઈ આવ્યા હતાં અને પીડિતા મહિલા ને છુટાછેડા આપવાં માટે કહેતા હતા.પીડિતા મહિલાના લગ્નજીવનમાં આડખીલીરૂપ બની તેમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન વારંવાર કરતા હતા.પીડિતા મહીલા અને તેમના સાસુ જ્યારે પણ અન્ય મહિલા સાથે આડા સંબંધનો વિરોધ કરે ત્યારે પીડિતા મહીલા પતિ આત્મહત્યા કરી લેવાની ધમકીઓ આપતાં હતાં.પીડિતા મહિલા એ 181 માં ફોન કરેલ છે એ જાણ થતાં પીડિતા મહીલાના પતિ ની પ્રેમિકા ઘટના સ્થળે થી ફરાર થઈ ગઈ હતી.
181 ટીમ દ્વારા પીડિતા ના પતિ અને સાસુ નું અસરકારક કાઉન્સેલિંગ કરેલ ત્યારબાદ પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને ઝીણવટપૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કર્યા બાદ બાળકના ભવિષ્યના મુદ્દાને નજર સમક્ષ રાખી પીડિતા ના પતિ અને બંને પરિવારના સભ્યો ને સાથે રાખી લગ્ન જીવન ના તુટે તેવી કાયદાકીય સલાહ, સૂચન,માર્ગદર્શન આપીને રાજીખુશીથી સમાધાન કરી પરત થયેલ.
અભયમની ટીમ દ્વારા પીડિતાના પતિને કાયદાની ભાષામાં લગ્નજીવન ના તૂટે તે માટે સમજાવ્યા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.