માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો વિષય પર ત્રણ દિવસીય તાલીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ICAR CIFT વેરાવળ અને સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસીય તાલીમ “માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો” વિષય પર તારીખ ૯ થી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ ખાતે યોજવામાં આવેલી છે. સદર કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકેદ્ધપ્સં ICAR CIFT વેરાવળના હેડ ડો. આશિષ ઝા અને અતિથિ વિશેષ તરીકે શ્રી દીપકભાઈ કેપ્ટન આચાર્યશ્રી સાર્વજનિક હાઈસ્કુલ ઉચ્છલ તાપી જિલ્લા આચાર્ય સંધ પ્રમુખ અને શ્રી ભૂપેન્દ્રભાઈ વસાવા ઇન્ચાર્જ આચાર્યશ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભડભુજા તેમજ સેન્ટર ઓફ એક્સલન્સ ઉકાઈ ના વડા ડો. સ્મિત લેન્ડે હાજર રહેલ હતા. સદર ત્રણ દિવસીય તાલીમમાં ડો. આશિષ ઝા અને એમની ટીમ દ્વારા માછલીઓથી બનતી વિવિધ વાનગિયો બનાવવામાં આવશે. સદર તાલીમમાં ૩૦ જેટલા ભાઈઓ ઉપસ્થિત રહેલ હતા. સદર તાલીમ ખરેખર હિંગણી મંડળીના ભાઈઓ માટે વ્યાવસાયિક દૃષ્ટિએ ભવિષ્યમાં ફાયદા કારક થશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.