ઓલપાડની કોબા પ્રાથમિક શાળાની કૃતિ જીલ્લા કક્ષાનાં વિજ્ઞાનમેળામાં પ્રદર્શિત થઈ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાનાં બાળ વૈજ્ઞાનિકો વેદ યોગેશભાઈ પટેલ અને આકાંક્ષા પ્રકાશભાઈ પટેલ દ્વારા વિજ્ઞાન શિક્ષક જયેશ પટેલનાં માર્ગદર્શન હેઠળ નિર્મિત કૃતિ ઈમરજન્સી સિગ્નલ ફોર એમ્બ્યુલન્સ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ જાહેર થતાં આ કૃતિ ગત સપ્તાહે વિદ્યાદીપ યુનિવર્સિટી, અણીતા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાનાં વિજ્ઞાનમેળાનાં બીજા વિભાગ (પરિવહન અને સંચાર)માં ભાગ લઈ ઓલપાડ તાલુકાનાં પ્રતિનિધિત્વરૂપે પ્રસ્તુત થઈ હતી. સદર કૃતિને નિહાળનારાઓએ યોગ્ય પ્રતિસાદ આપ્યો હતો. જે બદલ શાળા વ્યવસ્થાપન સમિતિ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ પટેલ, કેન્દ્વાચાર્ય રવિન્દ્ર પટેલે બંને બાળ વૈજ્ઞાનિકો તેમજ તેમનાં માર્ગદર્શક શિક્ષકને અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.