સરૈયા-બંધારપાડાના ૨૧ કિમીના રોડને નવીનીકરણ કરવામાં આવશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૯. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સોનગઢ તાલુકાના સરૈયા, બંધારપાડા અને ટેમ્કાને જોડતા રોડનું રીસરફેસિંગ, વાયડનીંગ એન્ડ સ્ટ્રેન્ધનીંગના કામ માટે રૂપિયા ૩૫ કરોડના ખર્ચે રોનોવેશન કરવામાં આવશે. આજરોજ સરૈયા ગામ ખાતે ૧૭૨- નિઝર વિધાનસભાના ધારાસભ્યશ્રી ડૉ.જયરામભાઈ ગામીત તેમજ ૧૭૧-વ્યારા વિધાનસભાના ધરારસભ્ય શ્રી મોહનભાઈ કોકણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતુ. આ રોડની સરૈયા બંધારપાડા ટેમ્કા સુધીની લંબાઈ ૨૧.૦૦ કિમી છે. રૂપિયા ૩૫ કરોડની માતબર રકમના ખર્ચે આ રોડ બનાવવામાં આવશે. આ રોડ બનતા સરૈયા, ધમોડી, ગાળકુવા, બંધારપાડા, ટેમ્કાના ગ્રામ્ય વિસ્તારોના લોકોને પરિવહનનો લાભ મળશે. ડૉ.જયરામભાઈ ગામીત તેમજ શ્રી મોહનભાઈ કોકણી ખાસ ઉપસ્થિત રહી ખાતમુહુર્ત સમારોહમાં હાજર રહ્યા હતા.
૦૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.