૧૦મી ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન નિમિત્તે આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા મામલતદારને આવેદનપત્ર સોપાયું
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજે રોજ મહામહિમ રાજ્યપાલશ્રી ગાંધીનગરને સંબોધીને નિઝર તાલુકાના મામલતદારને આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા આવેદનપત્ર આપી નીચે મુજબની માંગણીઓ કરવામાં આવેલ છે.
૧) રાજયનાં અનુસુચિત જનજાતિનાં વિદ્યાર્થીઓ માટેની ભારત સરકાર દ્રારા પુરસ્કૃત પોસ્ટ મૈટ્રીક શિષ્યવૃતી યોજના અંર્તગત શૈક્ષણિ વર્ષ ૨૦૨૪-૨૫થી મેનેજમેન્ટ ક્વૌટામાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓ માટે શિષ્યવૃતી બંધ કરવામાં આવી છે તે વિધાર્થીઓની આર્થિક પરિસ્થિને ધ્યાને લઇ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે.
૨) ગુજરાતની તમામ દુધ ડેરીઓમા ઇલેક્ટ્રોનિક ફેટ ટેસ્ટીંગ મશીનમાં થતી ગેરરિતીને કારણે પશુપાલકો સાથે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે તેના માટે સરકારશ્રી પાસે કોઈ તપાસ વિભાગની રચના થયેલ નથી તેના માટે દુધમાં થતી ગેરરીતી રોકવા માટે સરકાર એક અલગ તપાસ વિભાગની રચના કરી વહેલી તકે કાર્યવાહી કરી ગરીબ પશુપાલકોને ન્યાય આપવામાં આવે એવી અમારી માંગણી છે.
૩) દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમા RSS અને વિશ્વહિન્દુ પરીષદ પ્રેરીત “આદિવાસી સંસ્કૃતી બચાવ” ના નામે છેલા ઘણા દિવસ થી આદિવાસી સંસ્કૃતી બચાવાના નામે સમાજમાં વર્ગવિગ્રહો અને અશાંતી થાય તેવુ વાતાવરણ ઉભુ કરનાર તત્વો સામે સરકારશ્રી કડક કાર્યવાહી કરે તેવી અમારી માગણી છે.
૪) નિઝર કુકરમુન્ડા તાલુકામાં પ્રાથમિક શાળામાં ઘટ શિક્ષકોની ભરતી કરવામાં આવે અને બાળકોને પુરતૂ શિક્ષણ મળી રહે તેવી અમારી માંગણી છે.
૫) તાપી જિલ્લામાં સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સહાય સિકલસેલના દર્દી ને છેલ્લા એક વર્ષ થી મળી નથી તે તાત્કાલીક મળે એવી અમારી માંગણી છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.