તા. ૦૬ અને ૦૭ ડિસેમ્બરે તાપી જિલ્લાના તમામ સાત તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ યોજાશે

Contact News Publisher

રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ – તાપી જિલ્લો

રવિ કૃષિ મહોત્સવમાં મહાનુભાવોના ઉદબોધનો, વક્તવ્યો, ખેતી નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન, કૃષિ ફિલ્મ પ્રસારણ, સ્ટૉલ પ્રદર્શન,પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાતો જેવા કાર્યક્રમો આકર્ષણનુ કેન્દ્ર બનશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૫ તાપી જિલ્લાના તમામ સાત તાલુકાઓમાં આજે તા. ૦૬ અને ૦૭ ડિસેમ્બરના રોજ એમ બે દિવસ રવિ કૃષિ મહોત્સવ યોજાશે. આ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ હેઠળ વિવિધ કાર્યક્રમોમાં મહાનુભાવોના ઉદબોધનો, આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુ કૃષિ સેમીનાર અને કૃષિ પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ મુલાકાત, પશુ આરોગ્ય કેમ્પનુ આયોજન કરાયું છે.

તાપી જિલ્લાના તાલુકા કક્ષાના કાર્યક્રમો જોઇએ તો એપીએમસી માર્કેટ યાર્ડ દેવજીપુરા સોનગઢ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવાનાના અધ્યક્ષ સ્થાને, વ્યારા તાલુકાનો કાર્યક્રમ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય-વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષ સ્થાને યોજાશે, નિઝર તાલુકામાં ધારાસભ્યશ્રી ડો. જયરામભાઇ ગામિતના અધ્યક્ષ સ્થાને એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે યોજાશે.

તેમજ ડોલવણ તાલુકામાં શિક્ષક સહકાર ભવન,ડોલવણ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ ભાવનાબેન કે.પટેલના અધ્યક્ષ સ્થાને તથા વાલોડ તાલુકાનો કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વર્ષાબેન રાઠોડના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયત રાનવેરી મેદાન ખાતે, ઉચ્છલ તાલુકાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતિ મધુબેન ભીખુભાઇ પાડવીના અધ્યક્ષ સ્થાને શ્રી જામલી વિભાગ,જંગલ કામદાર સ.મં.લિ. સાર્વજનિક હાઇસ્કુલની બાજુના મેદાન ખાતે યોજાશે. તથા કુકરમુંડા તાલુકાનો રવિ પાક મહોત્સવ એપીએમસી માર્કેટ કુકરમુંડા ખાતે તાલુકા પંચાયત પ્રમુખશ્રી અમરસિહ પાડવીના અધ્યક્ષ સ્થાને યોજાશે.

રવિ ક્રુષિ મહોત્સવ ૨૦૨૪ની ઊજવણી અંતર્ગત કૃષિ સેમિનાર અને પ્રદર્શન તાપી કિલ્લાના સાત તાલુકાઓમાં તા.૦૬ અને ૦૭ ડિસેમ્બરના રોજ સવારે સવારે ૮.૩૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધીનો રહેશે. જેમાં પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો, જિલ્લા વહિવટતંત્રના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે.
00000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other