ઉમરપાડાના પીનપૂર ગામે દીપડાએ ૧૧ વર્ષીય કિશોરી ઉપર હુમલો કર્યો
કિશોરીને સામાન્ય ઇજા થઇ
વનવિભાગે પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા તજવીજ શરૂ કરી
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : ઉમરપાડા તાલુકાના પીન પુર ગામે ૧૧ વર્ષીય કિશોરી ઉપર દીપડાએ હુમલો કરતા કિશોરી ને સામાન્ય ઇજા સાથે બચાવ થયો હતો ત્યારબાદ વન વિભાગ ઉમરપાડા રેન્જ દ્વારા તકેદારીના પગલાંરૂપે પાંજરૂ ગોઠવી દેવામાં આવ્યો છે પીન પૂર ગામે રહેતી સેજલ કુમારી સંદીપભાઈ વસાવા અન્ય એક કિશોરી સાથે પીન પૂર ગામે ખેતરમાં પશુઓને ચરાવવા જઈ રહી હતી ત્યારે સવારે 9.20 વાગ્યાના સુમારે ખેતર નજીક દીપડાએ હુમલો કર્યો હતો જેમાં કિશોરીના પગના થાપા ઉપર દીપડાએ પંજાના નખ માર્યા હોવાથી સામાન્ય ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે કિશોર એ આ સમયે બૂમાબૂમ કરતાં અન્ય લોકો મદ દે દોડી આવ્યા હતા ત્યારબાદ વનવિભાગને જાણ કરતાં વનવિભાગની ટીમ પણ દોડી આવી હતી અને કિશોરીને સારવાર માટે ઉંમરપાડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અપાવી હતી પરંતુ સામાન્ય ઇજા હોવાથી રજા આપી દેવામાં આવી હતી ત્યારબાદ વનવિભાગે ઉપરોકત સ્થળે પાંજરૂ ગોઠવી દીપડાને પકડી લેવા તજવીજ શરૂ કરી છે….. અન્ય વન્ય પ્રાણીએ હુમલો કર્યાની શંકા.. ઘટના સ દ ભમાં ઉમરપાડા વન વિભાગ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલભાઇ પટેલે જણાવ્યું કે આ ઘટનાની જાણ થતા અમે ઉપરોક્ત સ્થળે પહોંચી ગયા હતા અને કિશોરીને સારવાર માટે લઈ ગયા હતા તેમજ પ્રાથમિક તપાસ કરતા દીપડાએ હુમલો કર્યો છે કે કેમ તે બાબત શંકાસ્પદ છે સાથે રહેલી અન્ય કિશોરીએ બીજું કોઈક વન્યપ્રાણી હુમલો કર્યાનો વરણ કર્યું હતું સ્થળ ઉપર દિપડા ના પગના નિશાન નથી