જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી આયોજિત ગુજકોસ્ટ સ્ટેમ ક્વિઝ સ્પર્ધામાં નોંધાયેલ 17312 બાળકોમાંથી તાલુકા દીઠ 10 એમ કુલ 70 બાળકોની પસંદગી થશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લામાં ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત સ્ટેમ ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ પ્રિલીમનરી ટેસ્ટનું તારીખ 2 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી 24 કલાક ઑનલાઇન જિલ્લાના જુદા જુદા સાત તાલુકામાંથી કુલ 17612 બાળકોએ જુદી જુદી માઘ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શાળામાંથી જૂન માસમાં રજીસ્ટ્રેશન કરાવેલું હતું તેવા બાળકોએ પોતાના મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટરના માધ્યમથી ક્વિઝ સ્પર્ધામાં 100 પ્રશ્નો ને 60 મિનિટમાં આપી પોતાની યોગ્યતા પ્રાપ્ત કરી ઇનામને પાત્ર બની જિલ્લા લેવલે 10 -10 એમ કુલ 70 બાળકો રિજિયોનલ ઝોનમાં ભાગ લેશે. ત્યારબાદ રાજ્ય લેવલે તેમાંથી 12 બાળકોની પસંદગીઓ થશે જેમાંથી ચાર ઝોનમાંથી શ્રેઠ ટીમને રાજ્ય સરકારશ્રી દ્વારા વિપુલ પ્રમાણમાં માતબર મૂલ્યવાન ઇનામો પ્રદાન કરવામાં આવશે.
તાપી જિલ્લામાં લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતન શાહ દ્વારા સાત તાલુકાનાં ક્વિઝ કો ઓર્ડીનેટરની નિમણુંક કરી તાલુકા મથકે આયોજન કરી ખૂબ મોટી સંખ્યા માં બાળકો ભાગ લે તેવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા આગામી દિવસોમા રિજિયોનલ સુરત ઝોન માં 23 મી ડિસેમબરે સાત જિલ્લાનાં કુલ 38 તાલુકાનાં 380 બાળકો ભાગ લેશે તેનું નેતૃત્વ રિજિયોનલ ઝોન માટે કેતન શાહ કરશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.