ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહીલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. આનંદજીભાઇ ચેમાભાઇ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી,  એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, તાપીના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. આનંદજીભાઇ ચેમાભાઇ તથા અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇને સંયુકત મળેલ બાતમી આધારે ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી ઉચ્છલ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ મોબાઇલ ફોન ચોરીના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ વીપીન હસમુખ રાણા ઉ.વ.૬૫ રહે.નવાપુર જનતાપાર્ક ગલી નં. ૩ તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્રને તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પો.સ્ટે.ને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહીલ એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. આનંદજીભાઇ ચેમાભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ નોકરી પેરોલ/ફ્લો સ્કોડ-તાપી તથા એલ.સી.બી. તાપીના એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ,  અ.હે.કો. જયેશભાઇ લીલકિયાભાઇએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other