જિલ્લા કક્ષાનાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં ટકારમા પ્રાથમિક શાળાએ કૃતિ રજૂ કરી

0
IMG-20241202-WA0008
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન તા. 28 – 11- 2024 થી 30 -11- 2024 દરમિયાન વિદ્યાદીપ યુનિવર્સીટી, અણીતા તા.ઓલપાડ ખાતે યોજવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનમાં 400 બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ 200 જેટલી કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. જે પૈકી વિભાગ -4 માં ઓલપાડ તાલુકાની ટકારમા પ્રાથમિક શાળાની કૃતિ ‘જમીન માપણી યંત્ર’ બાળ વૈજ્ઞાનિક કશિશ રાઠોડ અને વંશિકા રાઠોડે વિજ્ઞાન શિક્ષક રાકેશ પટેલનાં માર્ગદર્શન હેઠળ રજૂ કરી હતી. જિલ્લા કક્ષાએ તાલુકાનું પ્રતિનિધિત્વ કરવા બદલ શાળાનાં આચાર્ય રવિન્દ્ર પટેલ તથા શાળા પરિવારે તેમને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *