ગંગા સમગ્ર તાપી પ્રાંતના પદાધિકારીઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગંગા સમગ્ર તાપી પ્રાંતના પદાધિકારીઓનું સ્નેહ મિલન કાર્યક્રમ તા. 01/12/2024 રવિવારે 25 પ્રતિનિધિઓએ એકત્રિત થઈ પ્રકૃતિના ખોળે વસેલા સોનગઢ કિલ્લા પર સંપન્ન કરવામાં આવ્યો.
સ્નેહ મિલન કાર્યક્રમમાં ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા 2023-2024 કરેલ પ્રવૃતિઓનો ચિતાર રજૂ કરી આવનાર સમયમાં સુદ્ધઢ રીતે નવા નવા કાર્યક્રમો નું આયોજન તથા પ્રવૃતીઓ અગાઉથી નક્કી કરી સફળતાં માટે કાળજી રાખી સૌનો સાથ સહકાર લઈ સમાજને ઉન્મત ઉદાહરણ રજૂ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
પર્યાવરણ,સાફ સફાઈ,વૃક્ષા રોપણ,મેડિકલ કેમ્પ,તથા મહાકુંભમાં પ્લાસ્ટિક કચરો રોકવા હરિત કુંભ,પવિત્ર કુંભ અને સ્વચ્છ કુંભ માટે “એક થાળી એક થેલી” અભિયાન થકી વિશ્વ આખામાં સ્વચ્છ ભારત નો સંદેશ આપવા લોકોને સહભાગી થવા જાગૃતિ અભિયાન ચલાવી આહવાન કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રાર્થના, સંઘગીત,પ્રશ્નોત્તરી, ગ્રુપ રમતો તેમજ સાથે પ્રીતિ ભોજન લેવામાં આવ્યું હતું.સૌ પ્રતિનિધિઓએ ઉત્સાહ પૂર્વક સહભાગી થઈ સમાજમાંથી અન્ય વ્યક્તિઓને જોડાવા માટે તત્પરતા દાખવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.