ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ

Contact News Publisher

ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ તમામ જિલ્લાઓ માટે પુન: કાર્યરત કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦. તમામ જિલ્લાઓ માટે ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પુનઃ કાર્યરત કરવામાં આવ્યુ છે. ભારત સરકારે પી.એમ. કિસાનના આગામી હપ્તા માટે ખેડૂત નોંધણી અનિવાર્ય કરેલ છે. આ નોંધણી વિનામુલ્યે કરવાની સરકારશ્રીની સવલત કરેલ છે. આ માટે પી એમ કિસાન લાભાર્થી ખેડુતે ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ૩૦ નવેમ્બર સુધી નોંધણી કરાવવા અંગે વિવિધ માધ્યમો તેમજ સોશિયલ મિડિયા મારફત જાણ કરેલ છે. પી.એમ કિસાનના જે લાભાર્થી ખેડુતોએ નોંધણી કરાવી હશે તેઓને આગામી માસનો હપ્તો મળશે અન્યથા જે ખેડુતોએ ત્યારબાદ નોંધણી કરાવશે તેમણે ત્યારબાદ સહાયને પાત્ર રહેશે.

ખેડૂતોને ખાસ જણાવવાનું કે ખેડૂત નોંધણી માટે ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે કોઈ ચાર્જ આપવાનો રહેતો નથી. ખેડુત નોંધણી માટે ખેડુતોએ ભળતી ખોટી APK કે લિન્ક ન ખોલતા આપના ગામના તલાટી/ ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરી નક્કી કરેલ ઓપરેટર મારફત નોંધણી કરાવવી. ખેડૂતો જાતે પણ સેલ્ફ રજીસ્ટેશન કરી શકે છે. સોશિયલ મિડિયામાં સેલ્ફ રજીસ્ટ્રેશન માટે નોંધણી કરવા માટે જો કોઈ ખોટી માહિતી મળે તો તેવી બાબતોથી પ્રેરાવું નહિ. એમ ખેતી નિયામકશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.
000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other