કેવીકે, વ્યારા દ્વારા સજીવખેતી કરતા ખેડૂતોને ઘરે બેઠા માર્ગદર્શન અપાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કોરોનાવાયરસ ને કારણે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં ખેડૂતો ને ઘરે બેઠા કૃષિ વિષયક માહિતી મળે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય તે હેતુ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા રિલાયન્સ ફાઉન્ડેશનના સહકારથી ડાયલ – આઉટ કોન્ફરન્સનો દોર ચલાવી રહ્યું છે . તારીખ ૦૬ – ૦૫ – ૨૦૨૦ ના રોજ યોજાયેલ ડાયલ – આઉટ કોન્ફરન્સમાં સજીવ ખેતી સાથે સંકળાયેલ તાપી જિલ્લાના કુલ ૪૩ ખેડૂતમિત્રો લાભાન્વિત થયા હતા . રિલાયન્સ ફાઉન્ડેશનના રેનીસભાઈ ભરૂચવાલાએ સમગ્ર કાર્યક્રમનું સૂત્રસંચાલન કર્યું હતું . કાર્યક્રમની શરૂઆતમાં કેવીકેના વડા ડૉ . સી . ડી . પંડયાએ ભારત સરકારે જાહેર કરેલ રાષ્ટ્રીય કૃષિ સલાહ તથા ખેડૂતો – વેપારીઓ વચ્ચે જોડાણ કરવા અંગે અને કૃષિ ચીજ – વસ્તુઓના સરળ પરિવહન માટે શરૂકરવામાં આવેલ કિસાન રથ એપ્લિકેશન વિશે સમજણ આપી હતી . વધુમાં તેઓએ કોરોનાવાયરસ થી બચવા માટે આરોગ્ય સેતુ એપ્લિકેશન નું મહત્વ સમજાવ્યું હતું . પાક ઉત્પાદનના વૈજ્ઞાનિક પ્રો . કે . એન . રણાએ સજીવખેતી સાથે જોડાયેલા ખેડૂતોને ખરીફ ઋતુ દરમિયાન લેવામાં આવતા વિવિધ પાકમાં કઈ રીતે અગમચેતી રાખીને રોગ – જીવાત આવતા અટકાવી શકાય તથા તેનો ઉપદ્રવ નિયંત્રણમાં લાવી શકાય તે વિશે વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું . કાર્યક્રમના અંતમાં ખેડૂતો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોનું સંતોષપૂર્ણ નિરાકરણ કરવામાં આવ્યું હતું .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *