વેલ્દાનાં NRI દંપતિ દ્વારા ગામના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું : વાંચનાલય તથા બુદ્ધવિહાર નિર્માણ માટે NRI દંપતિનું દાન
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલ્દા ગામના વતની ફોરેન કન્ટ્રી (ઇટલી)માં સ્થાયી થયેલ હતા. દસ(૧૦) વર્ષ પછી વતના પાછા આવતા મહેન્દ્રભાઈ સદાશિવભાઈ સાળવે અને એમના ધર્મપત્ની સંગીતાબેન મહેન્દ્રભાઈ સાળવે દ્વારા વેલ્દા ગામના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. તથા બુદ્ધવિહાર માટે દાનની ઘોષણા તા. :૨૪/૧૧/૨૦૨૪, રવિવારના રોજ વેલ્દા ગામમાં આંબેડકર નગર ખાતે કરવામાં આવી. જે કાર્યક્રમની શરૂઆત મહામાનવ ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને સૌપ્રથમ પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવી. ત્યારબાદ પ્રાર્થના, સ્વાગતગીત દ્રારા મહેમાનશ્રીઓને આવકારવામાં આવ્યા. ત્યારબાદ માર્ચ /૨૦૨૪માં ઉત્તર બુનિયાદી વિદ્યાલય વેલ્દાના અભ્યાસ કરતા અને ધોરણ-૧૦ માં પ્રથમ ક્રમાંક મેળવનાર કુલપગારે ભારતીબેન હીરાલાલભાઈ અને ધોરણ-૧૨ માં પ્રથમ ક્રમાંક મેળવનાર પાડવી રવિભાઈ શૈલેષભાઈ, માર્ચ/૨૦૨૩માં ખેલમહાકુંભ ગોળાફેંક સ્પર્ધામાં ગુજરાતમાં ત્રીજા ક્રમાંક મેળવનાર આદિત્યભાઈ મહેન્દ્રભાઈ સાળવે, ધોરણ-૮માં પ્રથમ ક્રમાંક મેળવનાર પલ્લવીબેન કિરણભાઈ પાટીલ પ્રા. શાળા વેલ્દાનું શાલ, શ્રીફળ, પુષ્પગુચ્છ તથા પ્રોત્સાહ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સમાજમાં વાંચનાલય તથા બુદ્ધવિહાર નિર્માણ માટે અંકે રૂપિયા-૫૧૦૦૦/-(એકાવન હજાર)નું દાન આપવામાં આવ્યું. આ કાર્યક્રમ નિમિત્તે મહેન્દ્રભાઈ સાળવેએ વિદેશમાં દસ વર્ષ રહી ત્યાંના અનુભવો શેર કર્યા. અને વિદ્યાર્થીઓને પણ વિદેશ જવા માટે શું કરવું જોઈએ એના વિષે સમજણ આપી. વિધાર્થીઓને પ્રોત્સાહન પુરા પાડવામાં આવ્યું. ગામના આગેવાનો અને સામાજિક કાર્યકર્તા શ્રીસુહાસભાઈ સાળવેએ સમાજવતી મહેન્દ્રભાઈ સાળવે અને એમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તાપી જિલ્લાના ફાઈટ ગ્રુપના અધ્યક્ષ શ્રીદેવાભાઈ સાળવેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તથા તાપી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકશ્રી વિજયભાઈ સામુદ્રેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત હિરલબેન સચિનભાઈ પટેલ તરફથી રૂપિયા ૫૧૦૦૦/-, રીટાબેન શૈલેષભાઈ પટેલ તરફથી રૂપિયા ૧૧૧૧૧/-, સંગીતાબેન નિલેશભાઈ પટેલ તરફથી ૧૧૧૧૧/-રૂપિયાનું દાન વાંચનાલય તથા બુદ્ધવિહાર નિર્માણ માટે આપવામાં આવ્યું હતું. તમામ દાતાશ્રીઓનું સમાજના આગેવાન સુહાસભાઈ સાળવે દ્રારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિશ્રી સિદ્ધાર્થભાઈ સાળવે દ્રારા કરવામાં આવી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.