તાપી જિલ્લાના તમામ વરીષ્ટ નાગરીકોને વહેલી તકે આયુષ્યમાન વય વંદના કાર્ડ બનાવી લેવા અનુરોધ
૭૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરીકોની આવક મર્યાદા ધ્યાનમાં લીધા વિના આયુષ્યમાન વય વંદના કાર્ડ બનાવી આપવમાં આવશે
તાપી જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૪૨૩૫ આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને કુલ ૫.૮૧ કરોડના મુલ્યની આરોગ્ય સહાય વિના મુલ્યે પુરી પાડવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૬. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ૧૦(દસ) લાખનો વાર્ષિક કૌટુંબીક આરોગ્ય વીમો મેળવવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત “આયુષ્યમાન કાર્ડ” યોગ્યતા ધરાવતા નાગરિકોને આપવામાં આવે છે. આ યોજના ૭૦ થી વધારે વયના નાગરીકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા તા : ૨૯/૧૦/૨૦૨૪ ના રોજ ૭૦ વર્ષ અને તેથી વધુ ઉમર ધરાવતા નાગરીકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન કાર્ડ આપવાનો અમલ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તાપી જિલ્લાના ૭૦+ ના તમામ વરીષ્ઠ નાગરીકો આવકની મર્યાદાને ધ્યાને લીધા વગર માત્ર આધાર કાર્ડ પરથી આયુષ્યમાન વય વંદના કાર્ડ બનાવી શકશે.
આયુષ્યમાન વય વંદના કાર્ડથી આ કાર્ડધારકને આરોગ્ય વીમો મળશે. જેનાથી પી.એમ.જે.એ.વાય. યોજના અંતર્ગત જોડાયેલી કોઇ પણ ખાનગી હોસ્પિટલોમાં નિયત સારવાર વિના મુલ્યે મેળવી શકાશે.
તાપી જિલ્લાના ૭૦ અને તેથી વધુ વયના વરીષ્ઠ નાગરીકો માટે તમામ આરોગ્ય કેન્દ્રો પર (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત આયુષ્યમાન વય વંદના કાર્ડ બનાવવા માટે ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઇવમાં ૨૮૬૨૫ આયુષ્યમાન વય વંદના કાર્ડ બનાવી આપવામાં અવેલ છે.
તાપી જિલ્લામાં કુલ ૫,૦૯,૨૨૮ લોકોને આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરવામા આવેલ છે. ૨૦૨૩-૨૪ દરમ્યાન આ યોજનામાં કુલ ૪૨૩૫ લાભાર્થીઓએ લાભ લીધેલ છે.જેમા કુલ ૫.૮૧ કરોડના મુલ્યની આરોગ્ય સહાય લાભાર્થીઓને વિના મુલ્યે પુરી પાડવામાં આવેલ છે.
તાપી તમામ વરીષ્ટ નાગરીકોને વહેલી તકે આયુષ્યમાન વય વંદના કાર્ડ બનાવી લેવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાપીએ ખાસ અનુરોધ કર્યો છે.
0000000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.