તાપી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા બીરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસ જિલ્લા કક્ષાનો વાલોડ શિકેર શાળામાં ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ વાલોડ તાલુકાના શિકર ગામની પ્રાથમિક શાળામાં બિરસા મુંડા ભગવાનની 150મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્રારા જનજાતિ ગૌરવ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તાપી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના અધ્યક્ષો ના વડપણ હેઠળ જિલ્લા ના શૈક્ષીક આચાર્ય મહા સંઘ અઘ્યક્ષ કેતન શાહ, શૈક્ષીક પ્રાથમિક મહાસંઘ અઘ્યક્ષ અર્જુન ગામીત, મહામંત્રી ભદ્રેશ પ્રજાપતિ, વઘાસિયા, પંકજ પટેલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી સુંદર રીતે ભગવાન બિરસા મુંડાને પુષ્પ અર્પણ કરી સાથે દીપ પ્રાગટય ને પ્રાર્થના કરી સૌનું આવકાર સ્વાગત શાળાના આચાર્ય, શિક્ષકો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું. અર્જુનભાઇએ બિરસા મુંડાના જીવન ચરિત્રની વાતો અને વાર્તા ખિસકોલી અને પૈસાની કહી, કેતનભાઈ દ્વારા જનજાતિ સમુદાયના જનકલ્યાણની ઉષ્માભેર વાતો કરીને ઉદ્બબોધન કર્યું હતું. ઉદઘોષક દ્વારા તમામ વિષય અનુરૂપ પ્રાસંગિક માગૅદશૅન આપ્યું હતું. અંતે સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામના પાઠવી સૌનું કલ્યાણ થાય તેવા શુભ હેતુ સાથે આભાર વિધિ મિસ્ત્રીબેને કરી હતી. અંતે અલ્પાહાર સૌએ ભેગા મળીને કરી કાર્યક્રમ પુર્ણ કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.