100 ટકા પરીણામ વાળી વિધાકુંજ વિદ્યાલય વીરપુર શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓ ભાવી વૈજ્ઞાનિક બનવા અમદાવાદ ગુજકોસ્ટ ઇસરોના ભાવિકા વર્કશોપમાં ભાગ લેશે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજકોસ્ટ ગાંધીનગર અને ઈસરો ના સંયુક્ત ઉપક્રમે ભાવિકા વર્કશોપ દ્વારા આખા રાજ્યમાંથી દરેક જિલ્લાની 100 ટકા પરિણામ વાળી શાળા ના શિક્ષકો અને ત્રણ બાળકો જે ધોરણ 9થી 12 મા અભ્યાસ કરતાં હોય તેના માટે વૈજ્ઞાનીક બનવાનું સ્વપ્ન સાકાર થાય તેવા હેતુ સાથે 16 નવેમ્બર થી 23 નવેમ્બર સુધી આંઠ દિવસના તાલીમ સાથે વિવિઘ સ્થળો ની મુલાકાત કરાવશે અને ગુજરાતના વિધાર્થીઓ વિદ્યાર્થીનીઓ ને ભાવી વેજ્ઞાનીક બનવાનો અવસર સાથે પૂરતી તક મળશે તે માટે ગુજકોસ્ટ અને ઇસરોના સયુંકત સહયોગથી ગૂજકોસ્ટ ભાવિકા વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાપી જીલ્લામાંથી વિધાકુંજ વિદ્યાલય વીરપુર હાઇસ્કૂલની ધોરણ 9 થી 12 ની વિજ્ઞાન પ્રવાહની ત્રણ દીકરીઓ પુનમ ગામીત, કરીના વસાવા, સ્નેહા વસાવા વિદ્યાર્થીનીઓ તારીખ ૧૬-૧૧-૨૦૨૪ થી ૨૩-૧૧-૨૦૨૪ ના સમગ્ર આઠ દિવસના સમય ગાળામાં એસએસી (ઇસરો) પીઆરએલ, આઇપીઆર અને સાયન્સસિટી ની મુલાકાત લેશે અને વેજ્ઞાનિક પ્રયોગો કરી ને તેનું નિદર્શન, અવલોકન અને મૂલ્યાંકન કરી સાત્વિક અભિગમ કેળવી વેજ્ઞાનિક બનવાની આતુરતા સાકાર કરવા પ્રયત્ન કરશે. જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ના ડાયરેક્ટર અને શાળાના આચાર્ય કેતન શાહ , શાળા પરિવાર તેમજ મંડળના પ્રમુખ કાંતિભાઈ ગામીત દ્વારા તમામ આદિજાતિ ની બાળાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા સાથે શુભેરછાઓ પાઠવવામાં આવી.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other