પી.એચ.સી. કરંજખેડ ખાતે યોજાયેલ આય ચેકઅપ કેમ્પનો 95 દર્દીઓએ લાભ લીધો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળ આયોજીત અને ગ્રામ પંચાયત કરંજખેડ તથા પી.એચ.સી. કરંજખેડના સહયોગથી યોજાયેલા કેમ્પમાં 95 દર્દીઓએ લાભ લીધો.
દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલની ટીમ દ્વારા મોતીયો, ઝામર, આંખ લાલ થવી, પડદાના રોગો અંગે સ્ક્રીનીંગ કરવામાં આવેલ જેમાં 95 દર્દીઓ પૈકી 15 દર્દીઓને ઓપરેશન પાંચ રીફર, તથા 36 દર્દીઓને રાહત દરે ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં સરપંચ મહેશભાઈ કોંકણી, મેડીકલ ઓફિસર ડો. પ્રિન્કેશ પટેલ, ટી.એચ.ઓ. ડો.હીનલ પટેલ, તાલુકા સુપરવાઇઝર રાકેશભાઈ પટેલ અને તાપી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.