સી. ઓ. ઈ. કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ દ્વારા વિશ્વ માછીમારી દિવસની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૨૧ નવેમ્બરના દિવસે “વિશ્વ માછીમારી દિવસ” ઉજવવામાં આવે છે. જે અનુરૂપ આ વર્ષે સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા ૨૧ થી ૨૫ નવેમ્બર, ૨૦૨૪ સુધી તાપી ફિશ એકસપોનુ આયોજન કરવામાં આવેલ છે. જેનુ ઉદ્ધાટન કાર્યક્રમ આજ રોજ પૂર્ણ થયેલ છે. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ રૂપે ડો. સુનિલ ચૌધરી, આચાર્યશ્રી મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય, નવસારી અને અતિથિ વિશેષશ્રી તરીકે શ્રી એસ. પી. વનાર, મામલતદાર સોનગઢ તથા પદ્મશ્રી રમીલાબેન ગામીત હાજર રહેલ હતા. પ્રેરક ઉપસ્થિત તરીકે શ્રી મુકુલ વર્મા એક્ઝિક્યુટિવ ચીફ ઓફિસર એન્ડ યુનિટ હેડ જે. કે. પેપર મિલ ઉકાઈ અને શ્રીમતિ સરિતા વસાવા પૂર્વ અધ્યક્ષ તાપી જિલ્લા શિક્ષણ સમિતિ સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના હેડ, ડો. સી. ડી. પંડયા તેમજ પશુ વિજ્ઞાન કેન્દ્ર માંડવીના હેડ, ડો. રાણા અને તાપી જિલ્લાના મત્સ્ય મંડળીના પ્રમુખો અને સોનગઢ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા. સદર કાર્યક્રમમાં સ્વાગતીય ઉદ્બોધન સીઓઈ ઉકાઈના વડા ડો. સ્મિત લેન્ડે દ્વારા વિશ્વ માછીમારી દિવસનુ મહત્વ અને સદર કાર્યક્રમ આયોજીત કરવાનો મુખ્ય ઉદ્દેશ અત્રેના વિસ્તારના શાળાના વિદ્યાર્થીઓમાં મત્સ્ય પાલન અને એના સલગ્ન વ્યવસયો બાબત જન જાગૃતિકરણ અને અત્રેના વિસ્તારમાં મળતી માછલીઓનુ સરક્ષણ બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો પ્રયાસ છે. કર્યક્રમના સૂત્ર સંચાલન શ્રી જીગ્નેશ મેવાડા અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. તેમજ કાર્યક્રમની આભારવિધિ ડો. રાજેશ વસાવા દ્વારા કરવામાં આવ્યું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.