સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં 1st B.H.M.S.નાં વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા 14/11/2024 ના રોજ 1st BHMS ના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાનના ટ્રસ્ટીઓ શ્રી નિખિલ ભાઈ શાહ (સેક્રેટરી), ડો. અજયભાઈ દેસાઈ (ટ્રસ્ટી), શ્રી સંજયભાઈ શાહ (ટ્રસ્ટી), શ્રી ચિરાગ ભાઈ કોઠારી (ટ્રસ્ટી) આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તમામ નવા વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે હાજર રહ્યા હતા. સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આચાર્ય ડો.જ્યોતિ રાવે સ્વાગત પ્રવચન કર્યું હતું. “અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ સંસ્થાન” ના સેક્રેટરી શ્રી નિખિલભાઈ શાહે વક્તવ્ય આપ્યું. ડો. અજય દેસાઈએ ટ્રસ્ટની એકંદર પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. ડૉ. ભાવિન મોદીએ કોલેજ અને શૈક્ષણિક અભ્યાસક્રમ રજૂ કર્યો. શ્રી દક્ષેશ ભાઈ શાહે ઓફિસના વહીવટ અને તેના કાર્યોની માહિતી આપી. ડો.સ્વપ્નીલ ખેંગારે કાલિદાસ હોસ્પિટલ અંગે માહિતી આપી હતી. ડો. ધૃણી ગવળીએ સહઅભ્યાસિક પ્રવૃતિઓ અને રમતગમત અંગે માહિતી આપી હતી. ડો.વૈશાલી ચૌધરીએ કોલેજની વિવિધ સમિતિઓ અને તેમની કામગીરી અંગે માહિતી આપી હતી. ડો. વિરલ એસ. ગામીતે આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું એન્કર ડો. દિક્ષીતા ઉપાધ્યાયે કર્યું હતું.
કોલેજ દ્વારા તમામ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને સ્ટાફ સભ્યો માટે ચા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પ્રિન્સિપાલ ડૉ. જ્યોતિ આર. રાવના માર્ગદર્શન હેઠળ ડૉ. ધૃણી ગવળી અને પ્રવૃત્તિ સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.