આદિવાસીઓના કલ્યાણ અર્થે કરેલા વિચારને વિઝનથી મિશન સુધી લઈ જવા તાપીમાં આવી પહોંચી રથયાત્રા
ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ૨૬ રાજ્યોના ૫ કરોડ આદિવાસી નાગરિકોને સ્પર્શતુ અનેરું અભિયાન
——-
જનજાતિ ગૌરવ દિવસ રથનું તાપીના વાલોડ મુકામે આગમન: તાપીના તમામ તાલુકાઓમાં ભ્રમણ કરશે આ રથ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૦. તાપી જીલ્લાના વાલોડ ખાતે આજે જનજાતિય ગૌરવ દિવસના આનુસંધાને જનજાતિ ગૌરવ દિન રથ ૨૦૨૪ની રથયાત્રા આવી પહોચી હતી. ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતીને “જનજાતિય ગૌરવ દિવસ” તરીકે ઉજવણીના ભાગરુપે આદિવાસી અમૃત કુંભ મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત રથયાત્રા ગુજરાતના ૧૪ જિલ્લાઓના તમામ તાલુકાઓમાં ફરવાનો છે. આપણા પ્રધાનમંત્રીશ્રીએ ઝારખંડ ખાતેથી ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો જેનો એકમાત્ર આશય આદિજાતિ પ્રભુત્વ ધરાવતા ગ્રામીણ વિસ્તારોના આદિવાસી સમુદાયનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. આ અભિયાન હેઠળ રજુ કરવામાં આવનારો આ રથ ભારત અને રાજ્ય સરકારશ્રીની આધિજાતિ વિકાસ માટે ના કાર્યો અને વિવિધ યોજનાઓ વિશે તેમજ ભગવાન બિરસા મુંડાના જીવન વિશેને લોકોને માહિતી આપશે.
તાપી જીલ્લામાં સૌ પ્રથમ વાલોડ મુકામે આવેલા જનજાતિ ગૌરવ દિવસ રથને મહુવા વિધાનસભાના ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ વાલોડથી ડોલવણ જશે.ત્યાંથી આગામી દિવસો માં વ્યારા જિલ્લા સેવા સદન ખાતે આવશે, ત્યાર બાદ સોનગઢ, નિઝર અને કુકરમુંડા સુધી આ રથ ભ્રમણ કરશે. તમામ તાલુકાઓમાં ભ્રમણ દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવનની ઝાંખી,ફિલ્મ, ,પોસ્ટરરો અને ટેબ્લો દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે તેમજ આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે.
આજરોજ વાલોડ ખાતે આવેલા રથયાત્રામાં ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયાએ જણાવ્યું હતું કે આપણા દેશ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર અને દેશ ઉપર આવેલી આપતિ માટે પોતાના જીવનની આહુતિ આપનાર ભગવાન બિરસા મુંડાને આપવામાં આવતી આ શ્રધાંજલિ સાચી શ્રધાંજલિ છે. આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ભગવાન બિરસા મુંડા જેવા અનેક શહીદોને યાદ કરી તેમના કાર્યોને બીરદાવવાની પ્રથા ચાલુ કરી હતી, જે આજે તેઓ વડાપ્રધાન બન્યા પછી પણ ચાલુ રાખી છે.
જનજાતિ ગૌરવ દિવસ નિમિતે આવેલા આ રથયાત્રા અભિયાનમાં વ્યારા પ્રાંત અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ,મામલતદારશ્રી તેજલબેન પટેલ, ટીડોઓશ્રી ડી.ડી. પટેલ આ ઉપરાંત સરપંચશ્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, શાળા કોલેજની બાલિકાઓ તેમજ વાલોડના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.