બિનખેતી આકારના વાર્ષિક પ્રતિ ચોરસ મીટરના ભાવો સુધારેલા દરે લેવા માટેનું જાહેરનામું બહાર પડાયુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૮. રાજ્ય સરકારશ્રીના મહેસુલ વિભાગના ૨૦૨૦થી અસરમાં આવેલા બિન ખેતી આકારના દરોમાં સુધારો કરવામાં આવેલો છે. તાપી જીલ્લામાં આવેલી સોનગઢ નગરપાલિકા અને વ્યારા નગરપાલિકા વિસ્તારના મહેસુલી ગામો અને સર્વે નંબરો/ બ્લોક નંબરો બી કેટેગરીના વિસ્તાર તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. તાપી જીલ્લાના આ સિવાયના તમામ વિસ્તારો સી કેટેગરીમાં શામેલ કરવામાં આવેલા છે. તા.૦૧/૦૮/૨૦૨૦થી અમલમાં આવે તે રીતે વાર્ષિક બિનખેતી આકારના દર ચોરસ મીટરે સુધારેલા દરો કલેકટરશ્રીના જાહેરનામાંથી રજુ કરવામાં આવેલ છે.
આ જાહેરનામાં મુજબ એ કેટેગરીના વિસ્તારોમાં રહેણાંક, ધાર્મિક, સેવાકીય અને શૈક્ષણિક ઉપયોગ માટે ૩૦ પૈસા, ખાણકામ, ઈંટ ઉત્પાદન અને ઉદ્યોગો માટે ૪૫ પૈસા તેમજ વાણીજ્ય અને અન્ય ઉપયોગ માટે ૬૫ પૈસા પ્રતિ ચોરસ મીટર પ્રમાણે રહેશે.
બી કેટેગરીના વિસ્તારોમાં રહેણાંક, ધાર્મિક, સેવાકીય અને શૈક્ષણિક ઉપયોગ માટે ૨૦ પૈસા, ખાણકામ, ઈંટ ઉત્પાદન અને ઉદ્યોગો માટે ૩૦ પૈસા તેમજ વાણીજ્ય અને અન્ય ઉપયોગ માટે ૩૫ પૈસા પ્રતિ ચોરસ મીટર પ્રમાણે રહેશે.
સી કેટેગરીના વિસ્તારોમાં રહેણાંક, ધાર્મિક, સેવાકીય અને શૈક્ષણિક ઉપયોગ માટે ૧૦ પૈસા, ખાણકામ, ઈંટ ઉત્પાદન અને ઉદ્યોગો માટે ૧૦ પૈસા તેમજ વાણીજ્ય અને અન્ય ઉપયોગ માટે ૧૫ પૈસા પ્રતિ ચોરસ મીટર પ્રમાણે રહેશે.
૦૦૦૦૦૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.