ડોલવણ ખાતે તમાકુ વિરોધી કાયદા અંગે જાગૃતિ લાવવા કાર્ય શિબિર યોજાઇ
તાપી જિલ્લા આરોગ્ય વિભાગની સરાહનિય કામગીરી
–
નિયમોનો ભંગ કરતા તમાકુ વિક્રેતાઓ પાસેથી તમાકુ જાહેરાતનાં બોર્ડ ઉતારાવવામાં આવ્યા તથા ૦૪ દુકાનદારો પાસેથી કુલ રૂ.૬૫૦નો દંડ વસુલાયો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૮. નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તાપી જિલ્લાનાં ડોલવણ ગામમાં “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩”(COTPA-2003) અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી, ડોલવણ દ્વારા ટાસ્કફોર્સની કામગીરી કરવામાં આવી આવી હતી. જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય વિભાગ-તાપીનાં કર્મચારીશ્રી ભરતકુમાર ગામીત અને જિજ્ઞાસા ચૌધરી અને તાલુકા આરોગ્ય કચેરી-ડોલવણના ડો.હીનલ પટેલ, તાલુકા સુપરવાઈઝર શ્રીરાકેશ પટેલ, PHC ઘાણીનાં MPHS શ્રીસુરેશભાઈ ગામીત અને ડોલવણનાં MPHW શ્રી મયુર પટેલ જોડાયા હતા.
ટાસ્કફોર્સની કામગીરી દરમિયાન ટીમ દ્વારા ડોલવણ ખાતે તમાકુની બનાવટો વેચતા ૩૪ જેટલા દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી કલમ-૫ નો ભંગ કરતા દુકાનદારો પાસેથી તમાકુની જાહેરાતનાં બોર્ડ ઉતારાવવામાં આવ્યા હતા.અને ફ્ક્ત ૪ જેટલા દુકાનદારોને COTPA-2003 ના કલમ ૬-અ ના ભંગ બદલ કુલ રૂ. ૬૫૦ નો દંડ સ્થળ પર કરવામાં આવ્યો હતો. બાકીના ૩૦ જેટલા દુકાનદારો તમાકુ નિયંત્રણ ધારા-૨૦૦૩નું પાલન કરતા જોવા મળ્યા હતા.
ટાસ્કફોર્સ ટીમ દ્વારા જાહેરમાં ધુમ્રપાન કરવા તથા તમાકુ ખાઇને થુંકવા પર પ્રતિબંધની કલમ ૪ અને પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત ના કરી શકાય–કલમ-૫, કાયદા મુજબ નિયત નમુનાના બોર્ડ લગાવવાની કલમ ૬-અ, તેમજ કલમ-૬-બ હેઠળ શૈક્ષણિક સંસ્થાના ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટ વેચવા પર પ્રતિબંધ તથા તમાકુની તમામ બનાવટોના પેકેટની બન્ને તરફ ૮૫% ભાગમાં ચિત્રાત્મક આરોગ્ય ચેતવણી ઉપરાંત બીડી-સિગારેટનાં છૂટક વેચાણ ઉપર પ્રતિબંધની કલમ-૭ વિશે તમાકુની બનાવટો વેચતા દુકાનદારોને સમજ આપવામાં આવી હતી.
તાલુકા આરોગ્ય કચેરી દ્વારા તમાકુ નિયંત્રણ ધારા બાબતે ડોલવણ ચાર રસ્તા પર કડક સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩ની કામગીરી ખુબ સારી રીતે કરવામાં આવી રહી છે.આ સાથે ખૂલ્લી જગ્યામાં વેચાતા ખાધ્ય પદાર્થો વેચતા દુકાનદારોને સ્વચ્છતા અને વેચવા માટેના ખાધ્ય પદાર્થોની જાળવણી બાબતે સૂચના આપવામાં આવી હતી.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.