જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન. શાહના અધ્યક્ષપણા હેઠળ તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક સંપન્ન થઈ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૬. તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ, વ્યારા ખાતે આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષપણા હેઠળ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સરકારી લેણાની બાકી વસુલાત સમયસર કરવા સહિતની વિવિધ કામગીરી સમયસર, ઝડપી અને સુચારું ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો.

તાપી સંકલન સમિતિની બેઠકમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પ્રોવિઝનલ પેન્શન મંજુર કરવાની સાથે સાથે કચેરીમાં રહેલા પડતર કાગળો, ખાતાકિય તપાસ, એજી ઓડીટ બાકી પેરા, આગામી બે વર્ષમાં નિવૃત થનાર સરકારી કર્મચારીઓના પેન્શનના કેસો અંગે પણ તપાસ કરી તેની યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ સાથે સાંસદશ્રી/ધારાસભ્યશ્રીઓ તરફથી મળેલ સંદર્ભ પત્રો, જેવા મુદ્દાઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. સંકલન બેઠકના અધ્યક્ષશ્રી જણાવ્યું હતું કે કોઈપણ કચેરીમાં કચેરી કક્ષાએ કોઈ કામ પેન્ડિંગ ન રહે તે અંગે કાળજી લેવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત જએ સરકારી લેણાની વસૂલાત ન થતી હોય ત્યાં બોજો નાખવા માટેની શરૂઆત કરવા સૂચના આપી હતી.
અધિક નિવાસી કલેકટરશ્રીએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના ઈ કેવાયસી કરાવવા જોઈએ તે બાબતે ટકોર કરી હતી.
સંકલન સમિતિની આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર આર.આર. બોરડ, વ્યારા પ્રાંત અધિકારીશ્રી, નિઝર પ્રાંત અધિકારીશ્રી જયકુમાર રાવલ તથા વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *