વ્યારા પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢી કુલ્લે રૂ. ૨૩,૩૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત્ તા.૧૩/૧૧/૨૦૨૪ના કલાક- ૧૮/૩૦ થી તા.૧૪/૧૧/૨૦૨૪ ના કલાક-૦૯/૩૦ વાગ્યા દરમ્યાન હરકોઇ વખતે વ્યારાના પાનવાડી ગામે ઉનાઇ રોડ કેસુડા હોટલની સામે ગ્લોબલ એંજીનરીંગ એન્ડ જીઓ ટેકનીકલ સર્વિસીસ એલ.એલ.પી મટીર્યલ ટેસ્ટીંગ લેબોરેટી ઓફિસ ખાતેથી કોઇ અજાણ્યા ચોર ઇસમે ઓફિસનો પાછળનો દરવાજો તોડી ઓફિસમાંથી કોમ્યુટરનો સામાન, મોબાઇલ, તેમજ સ્માર્ટ વોચની ચોરી કરી નાશી ગયેલ હોય જે બાબતે વ્યારા પો.સ્ટે.મા ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલ જે અનડીટેક્ટ ગુનો શોધી કાઢવા શ્રી કે.જી. લિંબાચીયા, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., જી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી. તાપીના પોલીસ માણસો દ્વારા ખાનગી બાતમીદારો રોકી તપાસ ચાલુ હતી. દરમ્યાન એલ.સી.બીના અ.હે.કોન્સ વિનોદભાઇ પ્રતાપભાઇને ખાનગી રાહે મળેલ બાતમી આધારે આ ગુનામાં સંડોવાયેલ અને ચોરી વાળી જગ્યાની પાછળના ભાગે આવેલ શાંતિલાલ પટેલની ખેતરની વાડીમાં રહેતો આરોપી મગનભાઈ મંછુભાઇ માહલા ઉ.વ.૪૮ રહે.હાલ.શાંતિલાલ પટેલની આંબાવાડીમાં પાનવાડી તા.વ્યારા જી.તાપી મુળ રહે.ગામ-ધાકમાળ ઉપલુ ફળીયુ તા.વાસંદા જી.નવસારી ને આશરે કુલ્લે કિ.રૂ.૨૩,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મળી આવેલ મુદ્દામાલ કબજે કરી પકડાયેલ ઇસમને ગુનાના કામે આગળની વધુ તપાસ સારુ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કબજે કરેલ મુદ્દામાલ
(૧) એ.ઓ.સી. કંપનીની કોમ્યુટર સ્ક્રીન નંગ-૦૫, જેની આશરે કુલ્લે કિં. રૂ! ૧૫,૦૦૦/-.
(૨) એક ટી.પી.લીંક કંપનીનું રાઉટર જેની આશરે કિંમત રૂપિયા ૧,૫૦૦/-
(૩) એક સફેદ કલરનો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન જેની આશરે કિમત રૂપિયા ૫,૦૦૦/-
(૪) એક કાળા કલરનુ આઇબોલ કંપનીનુ કિબોર્ડ, જેની આશરે કિમત રૂપિયા ૫૦૦/-
(૫) એક કાળા કલરનુ માઉસ, જેની આશરે કિંમત રૂપીયા ૩૦૦/-
(૬) એક કાળા કલરની ફાયર બોલ્ટ કંપનીની સ્માર્ટ વોચ, જેની કિંમત રૂપિયા ૧,૦૦૦/- મળી કુલ્લે રૂ! ૨૩,૩૦૦/- નો મુદ્દામાલ
શોધાયેલ ગુનો-
વ્યારા પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૧૨૪૨૦૮૩/૨૦૨૪ બીએનએસ કલમ ૩૩૧ (૩) ૩૩૧ (૪) ૩૦૫ એ મુજબ
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી કે.જી. લિંબાચીયા એલ.સી.બી તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી જે.બી. આહીર એલ.સી.બી. તાપી તથા હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, પો.કો. અરૂણભાઇ જાલમસીંગ, એલ.સી.બી. તાપીએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.