સુરત કલેકટરને મુસ્લિમ સમાજે આવેદનપત્ર આપી કહેવાતા તોડબાજ પત્રકારો પર કાર્યવાહીની માંગ કરાઈ
સાબીર અબ્દુલ હમીદ શેખ કે જેઓ પોતે પત્રકાર છે અને “દિવ્ય સંદેશ” નામનું એક દૈનિક સમાચાર પત્ર પબ્લીશ કરે છે. બિલાલ અબ્દુલ ખાલેક શેખ, સાબીર અબ્દુલ હમીદ શેખ, સુલતાન ફકીર શેખ અને તેમની ટીમ- ટોળકી દ્વારા એક કાર્ટેલ રચી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવાનો ધંધો કરે છે…!!
(પ્રતિનિધિ દ્વારા) : આજરોજ સુરત ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો દ્વારા સામુહિક આવેદનપત્ર સુરત કલેકટર ને સુપ્રત કરવામાં આવ્યું હતુ. આવેદનપત્ર આપવા દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આવેદનપત્રમા જણાવ્યા મુજબ, ધાર્મિક સંસ્થાઓને નિશાનો બનાવી સંસ્થાના સંચાલકો/ટ્રસ્ટીઓ પાસેથી પૈસા પડાવનાર ટોળકી-ગેંગ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે. જેઓ ધાર્મિક સંસ્થાઓને નિશાનો બનાવી તેમને બદનામ કરી, બ્લેકમેલ કરી તેમની પાસેથી પૈસા પડાવે છે. તેમજ ખોટી આર. ટી. આઈ. અરજીઓ કરી લોકોને બ્લેકમેલ કરવાનું કામ કરે છે. આ ટોળકીમાં મુખ્યત્વે ૪ થી ૫ લોકો છે જેમાં બિલાલ શેખ ઉર્ફે બિલાલ જાદુગર, સાબીર શેખ, (તંત્રી દિવ્ય સંદેશ), રહે. સૈયદપૂરા, સુરત) અને સુલતાન ફકીર શેખ (વર્લ્ડ ટાઈમ્સ ન્યૂઝ), રહે. આલીપોર, તાઈ મોહલ્લો, ચીખલી ઓરિએન્ટ બેકરી પાસે, તા. ચીખલી, જી. નવસારી નો સમાવેશ થાય છે. આ ટોળકી અન્ય લોકોને પણ નિશાનો બનાવે છે બ્લેકમેલ કરે છે અને પૈસા પડાવી રહી છે. આ ટોળકીમાં સમાવિષ્ટ લોકો વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનો ખાતે ખંડણી ઉઘરાવવા, લોકોને ધાક-ધમકીઓ આપવા, ખોટી ફરિયાદો કરી પ્રેસ-મીડિયામાં છપાવી બદનામ કરવા, મહિલા છેડતી અને અટરોસીટી એકટ હેઠળ પણ ફરિયાદો નોંધાયેલ છે. તેમ છતાં કોઈ કાયદેસરની કાર્યવાહી આ લોકો વિરુદ્ધ કરવામાં આવતી નથી.
જેથી આ ટોળકી-ગેંગ વિરુદ્ધ સુરત જિલ્લાના માંગરોળ, પલસાણા, બારડોલી, ઓલપાડ, કામરેજ, માંડવી વિગેરે જેટલા તાલુકાના લોકો દ્વારા કડક અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે “દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ” ના નેજા હેથળ મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, પોલીસ મહાનિદેશક, પોલીસ અધીક્ષક, વકફ બોર્ડ વિગેરેઓને ફરિયાદ કરવામાં આવેલ છે. અને આ ટોળકીમાં સમાવિષ્ટ લોકો વિરુદ્ધ PASA એકટ, ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધવા માટે રજૂઆત કરવામાં આવેલ છે.