પાંચપીપળા ગામના પંચાયતનાં મૃતક વી.સી.ઈ.ના પરિવારની મુલાકાત લઈ વી.સી.ઈ. મંડળ દક્ષિણ ઝોન તરફથી રોકડા ૫૧૦૦૦/- હજાર રુપિયાનો યોગદાન અપાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ સોનગઢ તાલુકાના પાંચપીપળા ગામના પંચાયતની અંદર ફરજ બજાવતા ચૌધરી સુનિલભાઈ રમણભાઈ જેઓનું અવસાન ગત અઠવાડિયામાં થયું હતું. જેમને મળવા માટે આજ રોજ વી.સી.ઈ મંડળ ગયું હતું અને શ્ર્ધાંજલી રૂપે વી.સી.ઈ મંડળ દક્ષિણ ઝોન તરફથી રોકડા ૫૧૦૦૦/- હજાર રુપિયા એમના પરિવારને આપવામાં આવ્યા છે. અને આવનાર સમયમાં વી.સી.ઈ મંડળ તરફથી જેટલું પણ યથાશકિત યોગદાન થશે એની બાંહેધરી તથા દિલાસો આપેલ છે. જે પ્રસંગમાં હાજર રહેલ વી.સી.ઈ મંડળ ગુજરાત રાજ્યના ખજાનચી ગોવિંદભાઈ ગાંવિત, દક્ષિણ ઝોન પ્રમુખ તથા તાપી જીલ્લાના પ્રમુખ મેહુલભાઈ પટેલ, તેમજ તાપી જીલ્લાના ઉપપ્રમુખ દિપકભાઈ ગામીત, સાથે સોનગઢ તાલુકા વી.સી.ઈ મંડળના હોદેદારો સંદિપભાઈ ગામીત, પ્રકાશભાઈ વસાવા, રાજેશભાઈ ચૌધરી તેમજ તાલુકા અને જીલ્લાના વી.સી.ઈ ઓ હાજર રહ્યા હતા. સરકારશ્રી તરફથી વી.સી.ઈને પગાર ધોરણ મળતું નથી, કમીશન પર કામ કરતા હોવા છતાં વી.સી.ઈ પરિવાર એકબીજાને સુખ-દુ:ખમાં ભાગીદાર થવા તત્પર રહે છે. વી.સી.ઈનું કાંઈ પણ ભવિષ્ય નથી. સરકારશ્રીને નમ્ર અરજ કે વી.સી.ઈના પરિવારનું ભવિષ્ય વિશે વિચાર કરે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *