વ્યારા નગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કામોના ઇ-લોકાર્પણ તથા ઇ- ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરપાલિકા વિસ્તારમાં બ્યુટીફિકેશન, આંગણવાડી રીનોવેશન, રીવરફ્રન્ટ ફેસ ૩, મોડેલ ફાયર સ્ટેશન, પરબો વિગેરેના વિવિધ વિકાસલક્ષી કુલ ૧૦.૨૭ કરોડના કામોનું ઇ-લોકાર્પણ તથા વ્યારા નગરપાલિકા વિસ્તારમાં વોટર હાર્વેસ્ટીંગ, વોટર સપ્લાય સ્કીમ, બ્યુટીફિકેશન, ભુગર્ભ ગટરલાઇન, પાણીની પાઇપલાઇન, વરસાદી પાઇપલાઇન, સ્વચ્છતા લગત પેઇન્ટીંગ, રોડ રીસર્ફેસીંગ, પરબો વિગેરેના વિવિધ વિકાસલક્ષી કુલ ૪૩.૪૭ કરોડના કામોનું ઇ-ખાતમુહૂર્ત માનનીય શ્રી સી. આર. પાટીલ સાહેબ, કેબીનેટ મંત્રીશ્રી, જળ શકિત મંત્રાલય, ભારત સરકારશ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું. જે કાર્યક્રમમાં રાજયકક્ષાના માનનીય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, રાજયકક્ષાના માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતી, બારડોલી લોકસભાના માનનીય સાંસદ શ્રી પ્રભુભાઇ વસાવા, મહુવા વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા, વ્યારા વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, નિઝર વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી ડો. જયરામભાઇ ગામીત, જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, ચોર્યાસી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે માનનીય કેન્દ્રીય કેબીનેટ મંત્રીશ્રી સી. આર. પાટીલ સાહેબશ્રીએ જણાવ્યુ કે, વ્યારા નગરપાલિકા મોડલ નગરપાલિકા તરીકે વિકાસ પામેલ છે. જેમાં આજે ૫૩.૭૪ કરોડના કામો નગરજનોની સુવિધામાં વધારો કરશે. અંતે વ્યારા નગરપાલિકાના પ્રમુખશ્રી રીતેશભાઇ એચ. ઉપાધ્યાય દ્વારા આ પ્રસંગે માનનીય સી. આર. પાટીલનો આભાર વ્યકત કર્યો તથા મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આભાર વ્યકત કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.