રોજગારવાચ્છુક યુવાનો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા માટેની સુવર્ણ તક

Contact News Publisher

પ્રધાન મંત્રી ઇન્ટરશીપ યોજના

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા, ૦૮ ભારત સરકાર દ્વારા ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં આવેલ છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીમાં ૧૨ માસ માટે ઈન્ટર્નશીપ યોજનાનો વિનામૂલ્યે લાભ મેળવી શકશે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક યુવાનોએ પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન આગામી તા.૧૦/૧૧/૨૦૨૪ સુધીમાં પોતાની જાતે અરજી કરવી અથવા જીલ્લા રોજગાર કચેરી,વ્યારા-તાપી, નગર રોજગાર કચેરી, સોનગઢ તથા જિલ્લાની તમામ આઈ.ટી.આઈ નો રૂબરૂ સંપર્ક કરવો.

શૈક્ષણિક લાયકાત (૧) એસ.એસ.સી ( ધોરણ-૧૦ ) (૨) એચ.એસ.સી ( ધોરણ-૧૨ ) (૩) આઈ.ટી.આઈ (૪) ડિપ્લોમા (૫) ગ્રેજ્યુએટ
અન્ય શરતો (૧) ઉંમર ૨૧ થી ૨૪ વર્ષ ( ૨) ફુલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતા ના હોવા જોઈએ (૩) પરિવારમાં કોઈપણ સભ્ય સરકારી નોકરી કરતા ના હોવા જોઈએ. તેમજ આવક મર્યાદા વાર્ષિક ૮ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ (૪) સરકારની કોઈ એપ્રેન્ટીસ યોજના કે અન્ય ઈન્ટર્નશીપ કરેલ ના હોવી જોઈએ.
પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનામાં મળતા લાભો
(૧) ભારતની અગ્રણી કંપનીઓમાં ૧૨ માહીના સુધી ઇન્ટર્નશીપ કરવાની અમૂલ્ય તક (૨) ભારત સરકાર દ્વારા રૂ. ૪૫૦૦ તથા કંપની દ્વારા રૂ. ૫૦૦ માસિક સહાય.(૩) સરકારશ્રી દ્વારા એક વખત માટે રૂ. ૬૦૦૦ નું આકસ્મિક અનુદાન (૪) સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતી વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષાવીમા યોજના હેઠળ દરેક ઈન્ટર્ન માટે વીમા કવચ પુરું પાડવામાં આવે છે.

અરજી કરવા માટેની વેબસાઈટ : www.pminternship.mca.gov.in પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અંતર્ગત અરજી કરવા માટે પોર્ટલ પર પ્રોફાઈલ બનાવવી, ઈન્ટર્નશીપમાં અપ્લાય કરવું, અરજી સમયે આધાર નંબર સાથે લીંક ધરાવતો મોબાઈલ નંબર રાખવો, અરજી સમયે આધાર નંબર સાથે સીડ કરાવેલ બેંક અકાઉન્ટની વિગત રાખવી, અરજી સમયે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા. 1. આધાર કાર્ડ 2. શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જીલ્લા સેવાસદન, વ્યારા-તાપી, અને નગર રોજગાર કચેરી, સોનગઢ તથા જિલ્લાની તમામ આઈ.ટી.આઈ.નો રૂબરૂ સંપર્ક કરવાનો રહશે. એમ જિલ્લા રોજગાર અધિકારી-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.

0000000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *