માનસિક બીમાર મહિલાને પરિવાર સાથે મેળાપ કરાવતી તાપી 181 મહિલા હેલ્પલાઇનની‌ ટીમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ 181 મહિલા હેલ્પલાઇન પર થડૅ પાર્ટી દ્વારા કોલ આવતાં જણાવેલ કે દસ-પંદર દિવસથી અસ્થિર મગજના બહેન અહીં ફરે છે તથા તેઓ તેમનું સરનામું નથી જણાવતાં અને પાસે જઈએ મારવા આવે છે તેમજ ખરાબ શબ્દો બોલે છે. ઘટનાની જાણ થતા તાપી 181અભયમ ટીમ સ્થળ પર પહોંચી ને અસ્થિર મગજના બહેનને મળતા જ બહેન દ્વારા સામેથી સારો રિસ્પોન્સ આપતાં અને બહેને તેમની સાથે થયેલા વ્યવહાર વિશે વિગતે માહિતી આપી. બહેને તેમનું નામ‌ જણાવેલ તથા તેઓ તેમનાં ઘરે જવા માંગતા હતા તેમ‌ જણાવતાં બહેન ને તેમના ઘરનું સરનામું પુછતા તેઓ એ તેમના ઘરનું સરનામું જણાવેલ તથા તેઓ જણાવતાં હતાં કે તેઓ તેમનાં ભાઈ-ભાભી જોડે રહે છે. જે તેમને ખુબ હેરાનગતિ કરે છે તેમને જમવાનું નથી આપતા અને મારપીટ કરે છે આથી તેઓ ઘરેથી નીકળી ગયા હતાં. અમે બહેન ને સમજાવ્યાં કે તેમને ઘરે પહોંચાડી દઈશું અને તેમના ભાઈ ભાભીને પણ સમજાવીશું કે તમને હેરાનગતિ નહીં કરે તથા તેમની પર હાથ નહીં ઉપાડે તેમ જણાવતાં 181 ની ટીમ દ્વારા બહેનના ગામના સરપંચ દ્ધારા ગામનું નામ તથા ફળિયાનું સરનામું સરખું જાણી બહેનને તેમના ઘરે પહોંચાડ્યા તથા બહેનના ભાભી સ્થળ પર હાજર હતા તેમને સોંપી તેમને સમજાવ્યા અને બહેનની સારવાર કરવા જણાવેલ અને તેઓને જમવાનું સમયસર મળે અને હવે પછી તેમની પર હાથ નહીં ઉપાડે તેનું ધ્યાન રાખવા જણાવેલ. અને બહેન આમ ઘરેથી નીકળી નહીં જાય તેનું ધ્યાન રાખવા જણાવેલ. 181 મહિલા હેલ્પલાઇન ની ટીમ દ્વારા બહેન ને તેમના ભાભી ને સોપેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *