લીમખેડાના અંતરીયાળ જંગલ વિસ્તારમાથી લુટ, ધાડ તેમજ આર્મ એક્ટના ગુનામાં સંડોવાયેલા તેમજ સોનગઢ પોલીસ સ્ટેશનના ૨૦૧૭ના ઘરફોડ ચોરીમાં નાસ્તા ફરતા રીઢા ગુનેગારને પકડી પાડતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પો.ઈન્સ. કે.ડી. મંડોરા સોનગઢ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ તેમજ સુચના આધારે, સોનગઢ પોલીસ સને 2017માં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાના નાસ્તા ફરતા આરોપી આપસીંગભાઈ મલાભાઈ પલાસ રહે, જાદા ખેરીયાગામ, તા.લીમખેડા જી.દાહોદ.ને ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સ આધારે પો.સ.ઇ કે.આર. પટેલ તથા અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ તેમજ અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈએ લીમખેડા તાલુકાના અતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલ ખેતરમાંથી તા.૦૭/૧૧/૨૦૨૪ ના રોજ પકડી લાવી ગુનાના કામે અટક કરી આગળની તપાસ પો.સ.ઈ. કે.આર. પટેલ કરી રહેલ છે.
પકડી પાડેલ આરોપીનું નામ સરનામુ:-
૧) આપસિંગભાઈ મલાભાઈ પલાસ ઉ.વ. ૪૬ ધંધો. ખેતી તથા મજુરી રહે, જાદા ખેરીયાગામ, તા.લીમખેડા, જી.દાહોદ
આરોપીનો ગુનાહિત ઈતિહાસ :-
૧) લીમખેડા પો.સ્ટે.II ગુ.ર.નં.૦૦૧૭/૨૦૧૪ હથિયાર ધારો અધિનિયમ ૧૯૫૯(સુધારો કલમ-૨૦૧૯) ની કલમ- ૨૫(૧) તથા જી.પી.એકટ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૨૭ મુજબ(ગેર કાયદેસર હથીયાર રાખવા બાબત)
૨) લીમખેડા પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૯૪/૨૦૧૬ હથિયાર ધારો અધિનિયમ ૧૯૫૯(સુધારો કલમ-૨૦૧૯) ની કલમ- ૨૫(૧)(બી),૨૭(૧) તથા ઇ.પી.કો કલમ-૩૯૫,૩૯૬,૩૯૭ મુજબ (ધાડ-પાડુ ટોળકી)
૩) લીમખેડા પો.સ્ટે.પાર્ટ A ગુ.ર.નં.૧૧૮૨૧૦૩૫૨૨૦૩૯૫/ ૨૦૨૨ ઇ.પી.કો કલમ-૩૯૪,૧૧૪ મુજબ. (હાઈવે લુટ)
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
૧- પો.સ.ઈ.શ્રી. કે.આર. પટેલ સોંનગઢ પોલીસ સ્ટેશન
૨- અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ.
૩- અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈ.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.