જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને આત્મા કચેરીની ગવર્નીંગ બોડીના સભ્યોની વાર્ષિક બેઠક યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧ તાપી જિલ્લા કક્ષાના આત્મા પ્રોજેક્ટ કચેરીની ૨૦૨૪-૨૫ની ગવર્નીંગ બોર્ડના સભ્યોની 36મી બેઠક દિવાળી પુર્વે આયોજિત કરવામા આવી હતી. આ બેઠક આત્મા ગવર્નીંગ બોડીનાના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને, જિલ્લા પંચાયત હોલ, વ્યારા ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં અગાઉ યોજાયેલી બેઠકની કાર્યવાહી નોંધમાં થયેલી બાબતોની બહાલી, જુન-૨૦૨૪થી સપ્ટેમ્બર-૨૦૨૪ સુધી થયેલી પ્રવૃતિઓ અને તેમાં થયેલા ખર્ચને બહાલી આપવાની બાબતો અંગે નિર્ણય પ્રક્રિયા કરવામાં આવી હતી. આ ઉપરાંત રવિ પાકો માટે નિદર્શન ઘટક કિટ, ફૂડ સિક્યોરીટી ગ્રુપ અંતર્ગત કિચન ગાર્ડન કીટ, ખેડૂતોના કેપીસીટી બિલ્ડીંગ ઘટકની તાલીમ જેવા આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આત્મા કચેરી હસ્તગત ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માં ભૌતિક અને નાણાકીય સિદ્ધિ સરેરાશ ડીસેમ્બર-૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ સુધી કુલ રૂપિયા ૨૯.૪૫ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મુજબ ભૌતિક સિદ્ધિ ૧૦૫.૨૫% તેમજ ૫૫.૦૪ % નાણાકીય સિદ્ધિ હાસલ કરેલ છે.
આ ઉપરાંત બેઠકમાં જીલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે થયેલી કામગીરીની વિગતો, સભ્યશ્રીઓના સૂચનોનો સ્વીકાર તેમજ અધ્યક્ષસ્થાને જે મુદ્દા ઓ રજુ થયા તે અંગે પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીએ વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
——૦૦૦૦૦૦૦૦————-
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો