નીતિ, રીતિ અને પ્રિતીનાં સમન્વયથી નવું વર્ષ પસાર થાય એ દિશામાં પ્રયત્નશીલ રહીએઃ ડૉ. મતાઉદ્દીન ચિશ્તી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઘેર ઘેર ગાયો પાળો, કોમી એકતા, ભાઈચારો, વ્યસન મુક્તિ, ઘેર ઘેર સંસ્કાર આપો તેમજ ઘેર ઘેર વૃક્ષો વાવોનો સંદેશ આપતી મોટામિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીનાં વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તથા તેઓનાં સુપુત્ર અને અનુગામી ડૉ.મતાઉદ્દીન સલીમુદ્દીન – ચિશ્તી દ્વારા નૂતન વર્ષે વિશેષ સંદેશ તેમજ આશીર્વચન આપવામાં આવ્યાં હતા. મોટામિયાં માંગરોળ મુખ્ય ગાદી ખાતે ડૉ.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીવનમાં નીતિ, રીતિ અને પ્રીતિનાં સમન્વયનું અનેરૂ મહત્વ છે, જેથી એ માટે પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ કરીએ. આપણી વાણી, વર્તન, સ્વભાવ અન્યને પ્રેરણા આપતા હોવા જોઈએ, આ દિશામાં આગળ વધશું ત્યારે જ જીવન ઉન્નત બનશે. આ ઉપરાંત રહેઠાણ પાલેજ મુકામે વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ મુલાકાત આપી નૂતન વર્ષની શુભેચ્છા પાઠવીને દેશની એકતા અને ભાઇચારા માટે દુઆ ગુજારી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.