જનક સ્મારક હોસ્પિટલ વ્યારા ખાતે ગંગા સમગ્ર તાપી પ્રાંત, સામાજિક વનીકરણ વિભાગ વ્યારા અને સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન જે. કે. પેપરમીલ સોનગઢનાં સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જનક સ્મારક હોસ્પિટલ વ્યારા, ગંગા સમગ્ર તાપી પ્રાંત, સામાજિક વનીકરણ વિભાગ વ્યારા અને સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન જે. કે. પેપરમીલ સોનગઢનાં સંયુક્ત ઉપક્રમે આજે તા. 04/11/2024 સોમવાર ‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ અને ‘સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા’ અંતર્ગત સફાઈ અભિયાન કાર્યક્રમ વ્યારા જનક હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો.
‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત 50 આસોપાલવના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.અને ‘સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા’ અંતર્ગત જનક સ્મારક હોસ્પિટલ ના પરિસરમાં સફાઈ અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં જનક સ્મારક હોસ્પિટલના માનદ પ્રમુખશ્રી સુભાષભાઈ સી. શાહ, એડમીનિસ્ટ્રેટર ડિમ્પલબેન આર. શાહ, ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી હિતેશભાઈ વી. રાણા તેમજ સ્ટાફ, સામાજિક વનીકરણ વિભાગ વ્યારાના સ્ટાફ, સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ તથા “ગંગા સમગ્ર” તાપી પ્રાંતના વૃક્ષારોપણ આયામ, શિક્ષણ આયામ, ગંગા વાહિની આયામ, પ્રાકૃતિક ખેતી આયામ, જળસંચય આયામ, સંપર્ક આયામ, સંચાર આયામ, ગુજરાત પ્રાંત કાર્યકારીણી સદસ્ય, તેમજ તાપી પ્રાંત અધ્યક્ષ સહિત વિવિધ હોદ્દેદારો હાજર રહ્યાં હતાં.
જનક સ્મારક હોસ્પિટલ વ્યારાનાં માનદ પ્રમુખશ્રી સુભાષભાઈ શાહએ માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતાં. અને સમાજમાં આવા પર્યાવરણને લાભદાયી અને અનુકરણીય કાર્યો થકી જાગૃતિ લાવવા આહવાન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં માનદ સહ મંત્રીશ્રી પ્રજ્ઞેશભાઈ વી. શાહ એમનું વિશેષ માર્ગદર્શન સાથે અમૂલ્ય સહકાર્યનો લાભ મળેલ છે. જે બદ્દલ ગંગા સમગ્ર તાપી પ્રાંત એમનો ઋણ સ્વીકાર કરે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.