ભૂલી પડી ગયેલ વુધ્ધાને પરિવાર પાસે સુરક્ષિત પહોંચાડતી બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન
(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) : એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી વૃધ્ધા જેમની ઉંમર આશરે ૬૦ વર્ષ હશે તેઓ ઓલપાડ, ક્રાંતિ નગરમાં કાલે રાતે મામલતદાર કચેરી પાસે રસ્તા પર એકલાં બેઠા છે. તેઓ બિમાર હોય તેવું લાગે છે. ઊભા થવાનો પ્રયાસ કરે છે પરંતુ વારંવાર રસ્તા પર પડી જાય છે. ક્યાં જવુ છે તે પૂછ્યું પણ કશુ કહેતાં નથી. તેથી ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદની જરૂર છે.
જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર પટેલ ખુશ્બૂ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચૌધરી શ્રેયાબેન તેમજ પાઇલોટ પટેલ ધર્મેશભાઈ તાત્કાલિક બારડોલીથી નીકળી ઘટના સ્થળે અજાણી વૃધ્ધાની મદદ માટે પહોચ્યા. આજુબાજુના લોકોએ વુધ્ધાને એક સુરક્ષિત જગ્યાએ બેસાડી રાખ્યા હતાં. ત્યારબાદ ૧૮૧ ટીમે વૃધ્ધાની સાથે શાંત ચીત સ્વભાવે પૂછપરછ કરેલ તેમનું નામ, સરનામુ જાણવાના પ્રયત્ન કરેલા. તેઓને તેમનુ નામ યાદ ના હતુ તેમજ વૃધ્ધાને તેમના પરીવારના સભ્યોના નામ પણ જણાવેલ પરંતુ મોબાઈલ નંબર યાદ ના હોવાથી ઘટના સ્થળ પર હાજર હતા એ લોકોને પુછપરછ કરી પરંતુ વુધ્ધાને કોઈ ઓળખતા ન હતાં. બનાવના સ્થળે માણસોનું ટોળું વળી ગયું હોય જેથી રસ્તા પર થી આવતા જતા લોકો ત્યાં આવતા હતા. એ લોકોમાંથી એક વ્યક્તિ વુધ્ધાને અને તેમના પરિવારને ઓળખતા હતા. તેમણે જણાવેલ કે વુધ્ધાની બહેનની દિકરી અહીં નજીકમાં જ રહે છે. ત્યારબાદ તેમનો સંપર્ક કરી બનેલ ઘટનાની જાણ કરવામાં આવેલ. વુધ્ધાની બહેનની દિકરી તાત્કાલિક બનાવના સ્થળે રૂબરૂ આવેલ તેમને પૂછ-પરછ કરતાં જાણવા મળેલ કે વુધ્ધા એ લગ્ન કરેલ નથી અને તેઓ જ્યાં કામ કરતા હતા ત્યાં જ રહેતા હતા. પરંતુ વુધ્ધા જ્યાં કામ કરતા હતાં એ માલિકો મૃત્યુ પામ્યા છે અને હવે વુધ્ધાની ઉંમર પણ વધુ થઈ ગઈ છે તેથી કામ કરી શકતા નથી એટલે હવે તેમને કોઈ રાખવા માગતું ન હતું તેથી વુધ્ધા ને તેમના બહેનની દીકરીના ઘરે આવવુ હતું તેથી વુધ્ધા ને તેમના પાડોશી મૂકવા માટે આવ્યા હતા પરતું તેમની બહેનની દીકરીના ઘરે મૂકવા ન આવ્યા અને નજીકમાં રસ્તા પર ઉતારીને જતા રહ્યાં હતાં. વુધ્ધા ની તબીયત સારી ન હતી તેથી વારંવાર રસ્તા પર પડી જતાં હતાં.
૧૮૧ ની ટીમે વૃધ્ધાનું કાળજીપૂર્વક ધ્યાન રાખવા તેમના બહેનની દીકરીને સમજાવ્યા. હવે પછી આમ વૃધ્ધાને એકલા જવા ના દેવા જણાવેલ વૃધ્ધાને પણ પોતાનુ ધ્યાન રાખવા અને હવે પછી એકલા બહાર ન જવા જણાવેલ તેમજ સુરત ખાતે આવેલ અલગ અલગ સંસ્થાઓ વિશે માહિતી આપેલ. વૃધ્ધાના પરીવારના સભ્યોએ જણાવેલ કે તેઓ હવે પછી વૃધ્ધાનું વધુ સારી રીતે સંભાળ રાખશે. વૃધ્ધાના પરીવારના સભ્યો પાસેથી ચોક્ક્સ માહીતી મેળવવા માટે આધાર પુરાવા લેવામાં આવેલ ત્યારબાદ વૃધ્ધાનો કબજો તેમના પરીવારના સભ્યોને સોંપેલ.
વૃધ્ધાના પરિવાર દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ નો આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.