તાપી 108 દ્વારા અતિ જોખમી સગર્ભાની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવતી 108 ટીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના સાદડુન ગામનો પ્રેગનેન્સીનો કેસ તાપી જિલ્લાના ઉચ્છલ ૧ લોકેશનની 108 ને મળ્યો હતો. સાદડુન ગામમાં રહેતા યમુનાબેન રવીન્દ્રભાઇ ગામીત નામની મહિલા અતિ જોખમી સગર્ભા હતી તેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈ હોસ્પિટલ તરફ લઈ જતા રસ્તામાં અસહ દુખાવો ઉપડતા ઈ એમ ટી દ્વારા દર્દીને ચેક કરતા લાગ્યું કે મારે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી પડશે તેથી ઈ એમ ટી ભરતભાઈ એ એમ્બ્યુલન્સમાં રહેલ જરૂરી સાધનો ની તૈયારી કરી પાયલોટ સંજયભાઈ દ્વારા એમ્બ્યુલન્સને રસ્તાની સાઈડ પર ઉભી રાખીને અમદાવાદ હેડ ઓફિસમાં રહેલ ડોક્ટર ની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લેતા ગર્ભવતી મહિલા ને 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસુતિ કરાવતા મહિલાએ નવજાત શિશુનો (બેબી)જન્મ આપ્યો. અને વધુ સારવાર માટે વ્યારા ની સરકારી હોસ્પિટલમાં ૧૦૮ દ્વારા પહોંચાડવા માં આવ્યા.
દર્દી અને તેના સગા સંબંધી ઓ એ 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓનો આભાર માન્યો તથા ૧૦૮ જિલ્લા અધિકારી મયંક ચૌધરી તથા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર વતી ઉચ્છલ 108 ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આપણી તાપી જિલ્લાની તમામ 108 ટીમ કોઈપણ કટોકટીના સમય હંમેશા તૈયાર છે અને કઈપણ બનાવો કે ઇમરજન્સીમાં બને તો તાત્કાલિક 108 ઈમરજન્સીનો સંપર્ક કરવા વિનંતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.