યુવતિએ પ્રેમસંબધ તોડી નાંખ્યા પછી યુવક હેરાનગતિ કરતો હોય યુવતિની મદદે આવી 181 હેલ્પલાઇન ટીમ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પીડિતા દ્વારા કોલ આવેલ કે તેમના એક યુવક સાથે દોઢ માસથી પ્રેમ સંબંધ હતા. યુવક વ્યસન કરે છે. જેથી પિડિતાએ પ્રેમસંબધ રાખવા ના પાડતા યુવક તેમના ઘરે જઈને હેરાનગતિ કરતા પિડીતાની મદદે 181 અભયમ તાપી મહિલા હેલ્પ લાઈનની ટીમ આવી.
મળતી માહીતી મુજબ સોનગઢ વિસ્તારમાંથી એક પીડીતાનો કોલ આવતા તેમણે જણાવ્યું હતું કે તેઓ એક યુવક સાથે સોશિયલ મિડીયાના માધ્યમથી એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. તેમના દોઢ માસથી પ્રેમસંબધ ચાલતા હતાં. તેમના જે યુવક સાથે પ્રેમસંબંધ છે તે યુવક વ્યસન કરે છે. તેની જાણ પિડીતબેનને થતા તેમની સાથે રિલેશન રાખવા માટે ના કહેતા પિડીત બહેનને અભ્યાસમા હેરાનગતિ કરે છે. અજાણયા નંબર પરથી કોલ કરીને હેરાનગતિ કરે છે. આજરોજ પિડીત બેન માંડવી જતાં સ્ટેશન પરથી અચાનક મોબાઈલ હાથમાંથી લઈને જતો રહ્યો અને ત્યાર બાદ પિડીત બેનના ઘરે જઈને તેમના પિતા અને ભાઈ સાથે લડાઈ ઝગડો કરેલ હતો. પીડીતા એ તે યુવકને જણાવેલ કે તેમને તેમની સાથે કોઈ પણ રીલેશનશીપ રાખવી નથી. જેથી તે ભાઈ પીડીતા ને દરરોજ ધમકી આપતા કે તેમના ફોટો- વિડીયો સોસિયલ મિડીયામા વાયરલ કરશે. પીડીતાએ તેમનો નંબર બ્લોક મા નાખતા તેઓ દરરોજ નવા નવા નંબર થી હેરાનગતિ કરે છે. તેમજ તેમને બ્લેકમેઇલ કરેલ જેથી પીડીતા ના જે યુવક સાથે પ્રેમ સંબંધ હતા તેમને બોલાવી તેમનું કાઉન્સિલગ કરીને સમજાવતા જણાવેલ કે તેઓ તેમની સાથે વાતચીત નહી કરે અને પીડીતા ના જે યુવક સાથે પ્રેમ સંબંધ છે તેમને પ્રેમ થી સમજાવ્યા કાયદાકીય માહીતી આપી તેમજ જણાવેલ કે તેમના મોબાઈલમા કોઈ ના ફોટો- વિડીયો રાખવા પણ એક ગુનો બને છે. તેમ જણાવી તેમના મોબાઈલ માથી ફોટો ડિલેટ કરવા માટે જણાવેલ. જેથી પીડીતા અને યુવકના ફોટો ડીલેટ માયૉ તેમજ જણાવેલ કે આજ પછી પીડીતાને ફોટાને લઈ કઈ જાતની ધાક ધમકી નહી આપે કે બ્લેક મેલ નહી કરે તેમ બન્ને પક્ષોએ એ એકબીજા ની ભુલ સ્વીકારી પોત – પોતાની પરીવાર પાસે માફી માંગી લખાણ દ્વારા બાહેધરી આપી સમાધાન કરેલ.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.