બાર મહિનાનું બાળક પતિ દ્વારા છીનવી લેવાતાં પતિ તથા સાસરી પક્ષને સમજાવી સમાધાન કરાવતી તાપીની 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ વ્યારા તાલુકાના એક ગામમાંથી મહિલાનો કોલ 181 ઉપર આવતાં જણાવેલ કે તેઓ પિયરમાં રહે છે અને તેમના પતિ આવીને ઝઘડો કરી તેમનું બાળક છીનવી લઈ ગયા છે. તાપીની અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર પહોંચી કાઉન્સેલીગ કરતાં જાણવા મળેલ કે, પીડીત મહિલા એક મહિનાથી પિયરમાં જતાં રહ્યાં હતા જેનું કારણ મહિલાના સાસરીમાં બધા તેમની પાસે આશા રાખે છે કે નાના બાળક સાથે પીડીત મહિલા ધરનું બધું કામ કરે. જે મહિલાએ તેમના પતિ જોડે તેમનાં સાસુ અને નણંદ વાત કરતાં હતાં ત્યારે સાંભળી લીધું હતું, મહિલા એ તેમના પતિ પાસેથી તેમના વિશે વાત કરતાં સાંભળી લેતાં તેમને ખોટું લાગ્યું હતું, માટે પીડીત બહેન તેમનું બાળક લઈ ને પિયરમાં જતાં રહ્યાં હતા. પીડીત મહિલા જણાવતાં હતાં કે તેઓ સાસરીમાં બાળક ને સાચવવા સાથે બધું કામ કરે છે તો પણ તેમનાં સાસુ અને નણંદ તેમના પતિ ને તેમના વિશે આવી વાતો કરે છે. તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ મહિલા સાથે સ્થળ પર પહોંચી પીડીત મહિલાને પહેલા તેમનું રડતું બાળક સોંપ્યું અને તેમના સાસરી પક્ષને સમજાવ્યાં. મહિલા તેમના બાળક જોડે ઘરનું બઘું કામ કરે જ છે જે વાતની ખાતરી કરાવી તથા મહિલાના પતિ ને તેમના ઘરમાં બંને પક્ષનું સાંભળવું તથા મહિલાને બાળક સાથે કોઈ સમસ્યા ના થાય તે વાતનું ધ્યાન રાખવા જણાવેલ. અને બીજી વાર આમ બાળક છીનવી લેવું નહીં તેનું ધ્યાન રાખવા જણાવેલ, મહિલા હાલ પણ સાસરીમાં રહેવા માંગતા હોવાથી તેમના પતિ અને સાસરીમાં બધા ને સમજાવી મહિલાની ખોટી વાતો નહીં કરે તથા સમજીને રહેવા જણાવી. તેમને કાયદાકીય માહિતી આપેલ હતી તથા પીડીત મહિલા ને તેમના બાળક જોડે સાસરીમાં રાજીખુશીથી રહેવા જણાવી તેમની વચ્ચે તાપીની 181અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા સમાધાન કરાવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.