ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓ કરંજ, પારડીઝાંખરી, મંદરોઇ, નઘોઇ, જીણોદ, કમરોલી, મીંઢી, મોર મુખ્ય, મોર બ્રાંચ, મીરજાપોર તથા ભગવામાં દિવાળી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાનાં બાલવાટિકાથી ધોરણ-8 નાં બાળકો રંગીન પોશાકમાં સજ્જ જોવા મળ્યા હતાં.
પરીક્ષાનાં પૂર્ણ થયાનાં બીજા દિવસે પ્રાર્થનાસભામાં શાળાનાં શિક્ષકોએ બાળકોને દિવાળી પર્વનું મહત્વ સમજાવ્યું હતું. પર્વની વિશેષતા દર્શાવવા માટે કેટલીક શાળાઓનાં બાળકોએ ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીનો વેશ ધારણ કર્યો હતો. શાળાનાં બાળકોએ દીવા પ્રગટાવી, ફટાકડા ફોડી ઝૂમ્યા હતાં. કેટલીક શાળાઓમાં બાળકો માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, કેન્દ્રાચાર્ય જાગૃતિ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ તથા ઉપપ્રમુખ ચિરાગ પટેલે સૌને દિપાવલી પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.