નેશનલ પ્રેસ એસોસિએશનના નેજા હેઠળ બારડોલી પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીને આવેદન પત્ર આપી પત્રકારોમાં અંદરો અંદર વિવાદ ઊભો કરાવનાર સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોરની ખાતાકીય તપાસ કરાવી બદલીની માંગ કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) : સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબશ્રી ને નેશનલ પ્રેસ એસોસિએશનના (NPC ના) નેજા હેઠળ તારીખ 28.10 2024 ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. બારડોલી તાલુકાના તમામ પત્રકાર સાથે મળી નેશનલ પ્રેસ એસોસિએશન NPA ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર હિમાંશુ ઠાકોર તથા બારડોલી તાલુકા NPAના પ્રમુખ મિતુલ સિંહ સૂરમાં, NPA ના ઉપપ્રમુખ કૃણાલભાઈ પટેલ, મહામંત્રી સુનિલભાઈ પટેલ, મંત્રી હિતેશભાઈ પટેલ નેશનલ પ્રેસ એસોસિએશનના સભ્ય મેહુલભાઈ ગોસ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં તાપી જિલ્લા માહિતી નિયામક અધિકારી નિનેશ ભાભોર દ્વારા વિકલી પેપર બહુજન સમ્રાટના તંત્રીની સામે ખોટા આક્ષેપો કરે છે. સરકારી માહિતી whatsapp ગ્રુપમાં ખોટા ખોટા પત્રકારોને વિરુદ્ધ બદનામ કરવાના મેસેજો ફોરવર્ડ કરે છે. પત્રકારોને ખોટી રીતે બદનામ કરીને નુકસાન કરતા આવેલ છે. તંત્રીઓને પેપર બંધ કરાવી દેવાની ધમકીઓ આપતા આવેલ છે. આવા ભ્રષ્ટ અધિકારી પોતાના હોદ્દાનો દુરઉપયોગ કરી સરકારશ્રી માહિતી ખાતાને પણ બદનામ કરી નુકસાન કરે છે. તાપી જિલ્લા હાલના માહિતી અધિકારી તાપી જિલ્લામાં પત્રકારોમાં અંદરો અંદર વિવાદ ઊભો કરાવે છે. આવા કાયમ માટે વિવાદિત અધિકારીથી તાપી જિલ્લાના તમામ પત્રકારો માનસિક રીતે ત્રાસી ગયા છે અને તાપી જીલ્લાના માહિતી નિયામક નિનેશ ભાભોરની વહેલી તકે બદલી કરવામાં આવે એવી માંગ કરતી રજુઆત સાથે પત્રકારોએ આજરોજ બારડોલી પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબ અને મામલતદારશ્રી ને આવેદનપત્ર આપ્યું છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.