દિવાળીના તહેવારને અનુલક્ષીને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેંન્દ્ર તાપી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ

Contact News Publisher

દિવાળીના તહેવાર દરમ્યાન આગ જેવી આકસ્મિક ઘટના બને તો ફાયર બ્રિગેડ ફોન નં-૧૦૧ અથવા કંટ્રોલ રૂમ ૦૨૬૨૬-૨૨૩૩૩૪૨ તેમજ ૧૦૭૭ ટોલ ફ્રી પર સંપર્ક કરવા અનુરોધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૮. દિવાળીના તહેવારને અનુલક્ષીને જિલ્લા આપત્તિ વ્યવ્સ્થાપન કેંન્દ્ર કલેકટર કચેરી તાપી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરી તાપી જિલ્લાની જાહેર જનતાને દિવાળીની શુભેચ્છા સાથે ફટાકડા ફોડતી વખતે કેટલીક સાવચેતી અને સુરક્ષા રાખવા અંગે અનુરોધ કરાયો છે.

જિલ્લા આપત્તિ વ્યવ્સ્થાપન કેંન્દ્ર તાપીની માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ જયારે પહેરેલા કપડાં આગમાં લપેટાય ત્યારે વ્યકિતને જમીન પર આળોટો, જો આગ ઓલવી શકાય એમ ન હોય તો અસરકર્તાને બ્લેન્કેટમાં વીટાળો, દાજેલી જગ્યા ઉપર ઠંડુ પાણી નાંખો, જયાં સુધી બળતરા ચાલુ રહે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખી શકાય, દાજેલી જગ્યા પર ચોખું કપડું, સ્ટીલાઈટ બેન્ડેઝ બાંધવું તથા યોગ્ય સારવાર માટે વહેલી તકે ડૉકટરનો સંપર્ક કરવો,દિવાળીના તહેવાર દરમ્યાન આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડનો ફોન નંબર -૧૦૧ તથા નીચે આપેલા નંબર પર સંપર્ક સાધો, બાળકોને ફટાકડા વડીલોની હાજરીમાં જ ફોડવા દેવા,ફટાકડા ફોડતી વખતે પાણીની ભરેલી ડોલ તથા રેતી ભરેલી ડોલ રાખવી અને તારા મંડળ જેવા ફટાકડાનો ઉપયોગ કર્યા પછી તેનો તાર તે ડોલમાં જ નાખવો,ગીચતાવાળી જગ્યા, સાંકડી જગ્યા કે ઘરમાં ફટાકડા ફોડશો નહિ.

આટલુ ન કરો અવાજની વિશિષ્ટ અસર માટે ફટાકડાને ટીનના ડબ્બામાં કે કાયના શીશીમાં અને માટલામાં કે અન્ય બીજા અખતરાથી ફોડવા નહી, ફટાકડાના કારણે આંખને ઈજા થઈ હોય તો આંખને મસળવું નહિ તથા આંખમાં ખૂચી ગયેલી વસ્તુને ખેચીને કાઢવાનો પ્રયત્ન કરવો નહિ, આગ પકડી લે એવી જગ્યાએ ફટાકડા ફોડવાનું ટાળો, ફૂટયા વગરના ફટાફડાને ચકાસવું નહિં તેને છોડી દો, હાથમાં ફટાકડા ફોડવાની હિંમત કરશો નહિ તથા વાહનમાં ફટાફડા ફોડશો નહિ.

સાવચેતી એજ સુરક્ષા

0000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *