પતિના અનૈતિક સંબંધોના કારણે પત્નીને માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાપી મદદે આવી
અભયમની ટીમ દ્વારા પીડિતાના પતિ ને કાયદાની ભાષામાં લગ્ન જીવનના તૂટે તે માટે સમજાવ્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક મહિલા દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિના બીજી મહિલા સાથે છેલ્લા ત્રણ વર્ષથી અનૈતિક સંબંધો છે મારાં પતિ બીજી મહિલા સાથે લગ્ન કરવા માંગે છે. જેથી માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુક્યા છે જેથી મારે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂર છે. જેના પગલે તાપી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.
પીડિત મહિલાના કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે તેમના પ્રેમ લગ્ન છે લગ્નને 7 વર્ષ થયા છે. હાલ કોઈ સંતાન નથી અને પતિ હાલ 2 વર્ષથી સરકારી જોબ કરે છે પરંતુ ઘરમાં આર્થિક મદદ કરતા નથી. પીડિત મહિલા અને તેમના સાસુ સસરા ખેતી અને પશુપાલન કરી ગુજરાન ચલાવે છે પતિ બીજા રાજ્યમાં નોકરી કરતા હોવાથી બહાર જ રહે છે. ઘરે આવે છે તો પણ વાતચીત કરતા નથી કોઈ સંબંધો રાખતા નથી. તેમને ફોન કરો તો વાત પણ કરતા નથી. વર્ષમાં ત્રણેક વાર ઘરે આવે છે અને તેમને છેલ્લા ત્રણેક વર્ષથી બીજી મહિલા સાથે અનૈતિક સંબંધો છે જેની જાણ થતા પતિ ને સમજાવવા સમાજ દ્વારા તેમજ સગા – સંબંધીઓ અને કુટુંબીઓ દ્વારા વારંવાર પ્રયત્ન કરવામાં આવેલ પરંતુ તેમની કોઈ વાત સમજતા નથી. હાલ થોડા દિવસ પહેલા ઘરે 15 દિવસ ની રજા લઈને આવેલ છે ત્યારથી કોઈ વાતચીત કરતા નથી અને જે મહિલા સાથે અનૈતિક સંબંધ છે તેમની સાથેજ વિડિઓ કોલ કરી વાત કર્યા કરે છે. અને પીડિતાને નાની બાબતે ટોર્ચર કરે છે તેમજ ઘરમાં ઘરખર્ચ માટે પૈસા આપતા નથી તેમજ જ્યારથી ઘરે આવ્યા છે ત્યારથી બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા છે જેથી મને ઘરમાંથી નીકળી જવા માટે કહે છે અને છૂટાછેડા માટે જબરદસ્તી કરે છે પીડિત મહિલા એ છૂટાછેડા આપવાની ના પડતા ઝગડા કરી ઘરમાંથી કાઢી મુક્યા હતા. એમ તમામ હકીકત જાણી.
181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા પીડિત મહિલા ના પતિ નું અસરકારક કાઉન્સેલિંગ કરી કાયદાકીય સમજ આપતા જણાવેલ કે પત્ની હોવા છતાં લગ્ન બારના બીજી સ્ત્રી સાથે અનૈતિક સંબધો રાખવા એ ગુનો બને છે. અને બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા છુટાછેડા માટે ઘરમાં માનસિક ત્રાસ આપી જબરદસ્તી કરવી એ પણ ગુનો બને છે. જે વિશે સમજ આપી લગ્નજીવન ના તૂટે તે માટે સમજાવવા બંને પક્ષે કાઉન્સેલિંગ કરી સમજાવેલ તેમજ બંને પક્ષે જે પણ ભૂલ થય હોય એ સુધારી હવે આગળ લગ્ન જીવન સારી રીતે જીવે તે માટે સલાહ સૂચન માર્ગદર્શન આપેલ પરંતુ પતિ એ જણાવેલ કે હવે તે પત્ની સાથે આગળ વધવા માંગતા નથી અને બીજી મહિલા સાથે લગ્ન કરવા માંગે છે જેથી પત્ની સાથે છૂટાછેડા લેવા માંગે છે. જેથી પીડિતાને પોલીસ કાર્યવાહી અને મહિલા સહાયતા કેન્દ્ર વિશે માહિતી આપેલ પીડિત મહિલા પોલીસ સ્ટેશનમાંથી આગળ કાર્યવાહી કરવા માંગતા હોવાથી અરજી અપાવેલ છે. આગળ કાર્યવાહી મહિલા પોલીસ સ્ટેશન દ્વારા થશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.