ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજની મફી માંગતો વિડીયો રાજભા ગઢવીએ વાયરલ કર્યો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  ગુજરાતનાં લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવી દ્વારા એક લોકડાયરામાં જાહેર મંચ ઉપર ડાંગ જિલ્લા વાસીઓને લઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ડાંગ જિલ્લાના આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે જેને લઇને સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજભા ગઢવી આ મામલે એક નિવેદન આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જેમાં ” હું દિલગીર છું”એવા શબ્દોનું ઉચ્ચારણ રાજભા ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.ડાંગ જિલ્લામાં રાજભા ગઢવીને લઈને ઠેરઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તેને લઈને રાજભા ગઢવીએ એક નિવેદન આપતો વિડિયો વાયરલ કર્યો છે. ત્યારે આ વીડિયોમાં રાજભા ગઢવી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે,”આદિવાસી વન બંધુઓને એવું લાગ્યું છે કે હું તેમના વિશે બોલ્યો છું લૂંટી લેવું.વિશ્વના દેશોની વાત કરતા કરતા ડાંગની વાત કરી છે.ત્યારે આવી ઘટના ક્યારેક બની હોય તે મગજમાં આવી જતી હોય છે.જોકે આ ચોક્કસ છે કે આદિવાસી કે વનવાસી શબ્દ ક્યાંય વાપર્યો નથી અને આદિવાસી શબ્દ બોલ્યો નથી. તેમજ હું પણ વનબંધુ છું હું પણ ગીરમાંથી આવું છું. જોકે અહીં ગેરસમજ કરી લેવામાં આવેલ છે.તમારી લાગણીઓને મારા વંદન છે. અને ઘણાને કહ્યું કે મહેમાનગતિ કરાવીએ છીએ ત્યારે મહેમાનગતિ કરી આપણી સંસ્કૃતિને સાચવી રાખવામાં આવેલ છે,જેને વંદન છે. અને લૂંટી લે એવું કહેવામાં આવેલ છે ત્યારે જંગલમાં બહારના લુટારુઓ આવીને પણ લૂંટી લે, આદિવાસી શબ્દો એવો હું બોલ્યો જ નથી. તેમજ હું લોકસાહિત્યનો માણસ છું તેથી દરેક જ્ઞાતિની વાતો કરી છે. પણ કોઈ જ્ઞાતિને દુઃખ લાગે તેવી કોઈ વાત આજ દિન સુધી કરી નથી. એક પ્રાંતની વાત કરવામાં આવી હતી. ત્યારે પ્રાંતમાં આવીને તો કોઈ પણ કઈ પણ કરી શકે. અમુક લોકો ગીરમાં આવીને સિંહ ને મારી ગયા હતા એનો દાખલો આપણે ઘણા વર્ષો પહેલા જોયો છે.બીજા રાજ્યમાંથી આવીને ગીરમાં સિંહને મારી ગયા હતા.એટલે ડાંગ વાળા એવું કરે છે એમ નહીં. ટૂંકમાં આદિવાસી વન બંધુઓને લઈને પણ મેં ઘણી વાતો કરી છે અને સારી સારી વાતો કરી છે. ભગવાન બિરસા મુંડાથી લઈ ફાંસીયા શબ્દ સુધીની વાત મેં કરી છે.આદિવાસી સમાજના લોકો કાળજા થઈ અંગ્રેજો સામે લડ્યા છે, નો ઇતિહાસ બહાર આવ્યો જ નથી ત્યારે આ વાતો મે બહાર લાવી છે આવું હું ઘણી વખત બોલ્યો છું. અત્યારે ખાસ કરીને આદિવાસી બંધુઓ તમે સાચી રીતે જોજો,એ રીતે ના લો. તેમજ મારો સ્વભાવ એવો છે કે મારા કહેવાથી કોઈને દુઃખ થાય એવું મને ખબર પડે તો તે બાબતે મને ઘણું દુઃખ થાય છે.ત્યારે હું આ મામલે દિલગીર છું.જો કે હું કોઈ જ્ઞાતિ ને લગતો શબ્દ જ નથી બોલ્યો. તેમજ આદિવાસી સમાજના વડીલો એ જે નિવેદન આપ્યું છે તેમની લાગણીઓને હું માન આપું છું પરંતુ હું આ પ્રકારે જ્ઞાતિને લઈને કંઈ બોલ્યો જ નથી. હું પણ વનબંધુ જ છું અને હું પણ એસટીમાં જ આવું છું. ત્યારે આ બધું પૂરું કરી ભાઈ તરીકે તેને સાચી રીતે જુઓ. કોઈ જ્ઞાતિને લઈને તો હજુ સુધી તો બોલ્યો નથી આ તો એક ઘટના પ્રાંતમાં બની હોય તે મગજમાં આવી હોય પણ તેના આદિવાસી સમાજ એ કર્યું હોય એવું બોલવામાં આવ્યું જ નથી. પરંતુ હવે આ વિસ્તારને લઈને આવા ડાંગ એમ કરીને નહીં બોલું એ ચોક્કસ છે.ત્યારે તમે એક વાર જોજો હું આ બાબતે દિલગીર છું.”આ પ્રકારે રાજભા ગઢવી દ્વારા નિવેદન આપવામાં આવતા,આદિવાસી સમાજમાં ફરી ચર્ચાએ જોર પકડ્યું છે.જોકે હવે આ મામલો આગળ શું વળાંક લેશે તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યુ.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other