68મી અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધાનું ગિરિમથક સાપુતારામાં આયોજન
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ગિરિમથક સાપુતારા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગરનાં ઉપક્રમે 68 મી અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સ્પર્ધામાં રાજ્યના 33 જિલ્લાઓની શાળાઓમાંથી અંડર-14, અંડર-17 અને અંડર-19 શાળાકીય વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.આ સ્પર્ધાથી રાજ્યનાં યુવા ખેલાડીઓને પોતાની કાબેલિયત દર્શાવવાની એક અનોખી તક મળી રહી છે. ખાસ કરીને, ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારમાંથી સરિતા ગાયકવાડ અને મુરલી ગાંવિત જેવા ખેલાડીઓએ રાજ્ય સરકારના ખેલ મહાકુંભમાં પોતાની પ્રતિભા આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકાવી છે. આવા યુવા ખેલાડીઓને પ્રેરણા આપવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનું મુખ્ય ઉદ્દેશ્ય ભારતને 2036 ઓલમ્પિકમાં આર્ચરી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક અપાવવા માટે ચૂંટણી ખેલાડીઓને તૈયાર કરવાનો છે. ત્યારે આ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.