સરસ્વતીબેન ચૌધરીએ તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો
ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : મનરેગા લોકપાલ સરસ્વતીબેન ચૌધરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨- ભારત સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે અને ગરીબમાં ગરીબ લાભાર્થી તેનો લાભ મેળવી શકે તે માટે સરકાર સતત પ્રયાસ કરે છે. હાલમાં જ ભારત સરકારની મનરેગા યોજના લોકો સુધી પહોંચે, અને લોકોને કોઈ ફરિયાદ હોય તો તેના માટે મનરેગા લોકપાલ સરસ્વતીબેન નટવરલાલ ચૌધરી ની નિમણૂંક થયેલ છે. તેમણે તા.૧૬/૧૦/૨૦૨૪થી પોતાનો પદભાર સંભાળી લીધેલ છે. ન્યાયીપણું,સમાનતા અને વહીવટી કાર્યક્ષમતાની હિમાયત લોકપાલ કરે છે. જિલ્લા સેવા સદન,વ્યારા જિ.તાપી ખાતે બ્લોક નં.૬ પ્રથમ માળ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીમાં મનરેગા લોકપાાલની કચેરી કાર્યરત કરવામાં આવેલી છે.
મહાત્મા ગાંધી નરેગા યોજનાના અમલીકરણમાં ઉણપ ને લગતી ફરિયાદો લોકપાલને નોંધાવી શકાશે.નરેગા અધિનિયમના અમલીકરણ હેઠળ બનેલી યોજનાઓ સબંધિત ફરિયાદોના નિકાલ માટે લોકપાલની નિમણૂંક કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે સરસ્વતીબેને વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પણ તાપી જિલ્લામાં લોકપાલ તરીકે ફરજ બજાવી છે. ચાલુ વર્ષમાં ભરૂચ જિલ્લામાં પણ ઈન્ચાર્જ તરીકે ફરજ અદા કરશે.
૦૦૦૦૦૦૦0
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.