માહિતી ખાતાના અધિકારી નિનેશ ભાભોર દ્વારા ખોટી પ્રેસ કોન્ફરન્સ કરી પત્રકારને બદનામ કરાતા માંડવી ખાતે નેશનલ પ્રેસ એસોસિયેશનના પત્રકારો દ્વારા માંડવી મામલતદારને આવેદનપત્ર આપ્યું
(પ્રતિનિધિ દ્વારા, માંડવી) : માંડવી ખાતે આજરોજ નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા બધા પત્રકારો એકત્રિત થઈને મામલતદાર ઓફિસે આવીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવેલ હતું કે, તાપી જિલ્લાના પત્રકાર પરેશ અટાલીયા જે બહુજન સમ્રાટ પેપરના તંત્રી છે તેને વારંવાર બદનામ કરવામાં આવે છે જે માહિતી ખાતાના અધિકારી નિનેશ ભાભોર દ્વારા ખોટી પ્રેસ કોન્ફરન્સ કરી પત્રકારને બદનામ કરવામાં આવે છે સાથે ખોટા whatsapp ગ્રુપમાં સરકારની માહિતીઓ ફેલાવવાના બદલે ખોટી રીતે પત્રકારો વિશે લખે છે અને પરેશ અટાલીયા ને ખોટા કેસમાં ફસાવી દેવા માટે લોકોને ફોન કરીને ઉશ્કેરી રહ્યો છે પત્રકારને બદનામ કરે છે તે માટે આજરોજ મામલતદાર ઓફિસ ખાતે માંડવી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને આવેદનપત્ર આપી અને તેની વર્ષોથી તાપી જિલ્લામાં કામ કરતા અધિકારીની બદલી કરવાની માંગ કરવામાં આવી અને સાથે સાથે તેની ખાતાકીય તપાસની માંગ કરવામાં આવી જેથી પત્રકારોને ન્યાય યોગ્ય ન્યાય મળી શકે આ પ્રસંગે નેશનલ પ્રેસ એસોસિયેશન માંડવી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી, ઉપપ્રમુખ હમીરસિંહ ચૌહાણ, મંત્રી જીતેન્દ્રભાઈ સોલંકી, મીડિયા કન્વીનર દિપેશભાઈ પટેલ, ગોવિંદભાઈ ગામીત, ચેતનભાઇ ચૌધરી, દક્ષેશભાઈ પટેલ, તેમજ યોગેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.